Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

21મી માર્ચ વિશ્વ કવિતા દિવસ

અબરાર અલ્વી

21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિય અને જૂનો પ્રકાર પણ કવિતા છે વિશ્વ કવિતા દિવસે આપણે કવિતા અંગે જાણીએ એવી માહિતી જેનાથી આપણે અજાણ છીએ કવિતા એટલે કે અંગ્રેજીમાં Poetry એ ગ્રીક ભાષાના શબ્દ..poieo જેનો અર્થ છે.. હું સર્જન કરું છું પરથી ઉતરી આવ્યો છે. આપણી અતિ પ્રાચીન સભ્યતાઓ જે વિકસી હતી..ગ્રીક અને સુમેરિકન..તે લોકો પણ કવિતા કરતા હતા. ગ્રીક મહાકાવ્યો..ઈલિડય અને ઓડિસીની..પણ જગતની યાદગાર કવિતાઓમાં ગણના થાય છે.
કવિતાના પણ જુદા પ્રકાર છે જેમાં ગઝલ, શ્રંધ્ધાજલિ કાવ્ય, શોક કાવ્યો તેમજ કવિતાઓના અન્ય પ્રકારોનો પણ સમાવેશ થાય છે તેજમ જુદી-જુદી ભાષાના જુદા જુદા કવિઓએ પણ તેમની કવિતાઓની અદભૂત રચનાઓથી સમગ્ર વિશ્વમાં નામના કમાવી છે.
દરેક ભાષાનું તેનું જુદુ જ સાહિત્ય હોય છે જમે કે ગુજરાતી સાહિત્ય છે, અંગ્રેજી સાહિત્ય છે હિન્દી સાહિત્ય છે આ તમામ ભાષાઓમાં જુદા-જુદા કવિઓએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓ રચીને સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. આ તમામ કવિઓનું વર્ણન તો શક્ય નથી કારણકે સાહિત્ય સમુદ્ર જેવો છે દરેક ભાષામાં તેના પ્રથમ કવિનો વિશેષ મહત્વ હોય છે જેમ કે ઉર્દૂના પ્રથમ ગ્રંથષ્ઠ કવિ વલી ગુજરાતી છે જ્યારે જોફરી ચોસર અંગેજી સાહિત્યના પ્રથમ કવિ છે આ બંને કવિઓએ સમગ્ર વિશ્વમાં તેમની કવિતાઓના માધ્યમથી નામના મેળવી છે સિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ગુજરાતી કવિતાના નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, [૧] જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણોનું સરસ રીતે વર્ણન કરેલું છે. સરળતા ખાતર નરસિંહ મહેતાનાં કાર્યોનું ત્રણ ભાગમાં વિભાજન થઈ શકે 1 આત્મકથાત્મક સર્જનો: જેમાં શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ વગેરે જેવાં સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ ‘ચમત્કારો’ જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ થાય છે. 2. અવર્ગીકૃત સર્જનો: સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સૂરત સંગ્રામ અને શ્રીમદ્ ભાગવદના અમુક પ્રસંગોને વર્ણવતાં પદો. 3. શૃગારનાં ગીતો: રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતાં કેટલાંય પદોની તેમણે રચના કરી છેદયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. [૧] તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. [૨] દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે. દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. [૩] તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે. અખા રહિયાદાસ સોની જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જેઓ કલાપી ઉપનામથી પ્રખ્યાત છે, ગુજરાતી કવિ અને લાઠીના રાજવી હતા ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ હતા ઉમાશંકર જોશીને તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતાત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, જેઓ તેમના ઉપનામ સુન્દરમ્થી વધુ જાણીતા છે તેમણે કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી પરંતુ તેઓ સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ સફળ થયા હતા. તેમણે ૧૯૨૬માં ઉપનામો મરિચી અને એકાંશ દે હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે વિશ્વકર્મા ઉપનામ અપનાવ્યું. તેમણે તેમની કવિતા બાર્ડોલિન ૧૯૨૮માં સુંદરમ્ ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવ્યું. ફકીરમહમ્મદ ગુલાબનબી મન્સુરી, ‘આદિલ’ મન્સુરી ગઝલકાર, કવિ, નાટ્યકાર હતા મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તેઓની લોકપ્રિય ગઝલ છે. ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા આદીલ મન્સુરીને મોર્ડન ગુજરાતી કવિતાના ખુબ જ મહત્વના અને ગુજરાતી અને ઉર્દુ ભાષાના મોર્ડન એજના મહત્વના કવિ માનવામાં આવે છે. આદીલ મન્સુરીનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં કર્યો. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર અને પછી ‘ટોપિક’ અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ કર્યો. તેમનો અમદાવાદ પ્રત્યેનો પ્રેમ તેમની કવિતા ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે’. ગઝલમાં છલકાઇ આવી છે
આઘુનીક કવિઓમાં ચીનુ મોદીની કવિતાઓ અગ્રીમ સ્થાન ધરાવે છે ચિનુ મોદીનું ઉપનામ ઈર્શાદ હતું તેમણે ઘણી સંસ્થાઓમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અને પોતાને જાણીતા કવિ અને લેખક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. તેમને ઘણાં પુરસ્કારો જેવાં કે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યા હતા. આતો વાત થઇ ગુજરાતી સાહિત્યના મહાન કવિઓની ગુજરાત સાહિત્ય જેટલું વિશાળ અને ઉંડાળપૂર્વકનું સાહિત્ય અંગ્રજી સાહિત્ય છે અંગ્રેજી ભાષાએ વિશ્વને મહાન કવિઓની ભેટ આપી છે સૌપ્રથમ અહીંયા વાત કરીશું અંગ્રેજી ભાષાના પ્રથમ કવિ જોફરી ચોસરની જોફરી ચોસરને અંગ્રેજી સાહિત્યના પિતા ગણવામાં આવે છે કેન્ટમ્બરી ટેલ્સ જોફરી ચોસરનું પ્રખ્યાત પુસ્તક છે જેફ્રી ચોસર અંગ્રેજી ભાષાના ન ભૂલી શકાય તેવા લેખક, ફિલસૂફે તથા રાજદૂત હતા. તેઓને અંગ્રેજી સાહિત્યના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી સાહિત્યના આધુનિક યુગની શરુઆત ચોસર સાથે જ થઈ હોવાનું માનવામાં આવે છે.ચોસરની છેલ્લી અને સર્વશ્રેષ્ઠ રચના “ધ કેન્ટરબરી ટેલ્સ’ છે. જેમાં આશરે ત્રીસ તીર્થયાત્રીઓ કેન્ટરબરી નગરમાં થોમસ બકેટની સમાધિ પર પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જવાના હોય છે, તેઓ એક ધર્મશાળામાં એકઠા થાય છે. રસ્તામાં થાક ન લાગે અને બધાનું મનોરંજન થાય તેવા વિચારથી એવું નક્કી થાય છે. કે દરેક યાત્રી ૨ જતા અને ૨ વળતા એમ કુલ ૪ વાર્તા કહેશે. જેની વાર્તાઓ બહુમતીથી સર્વોત્તમ સમજવામાં આવે તેને બધા લોકો મળીને ધર્મશાળામાં સારી ઉજાણી કરાવશે. ચોસરના મૃત્યુએ તેમને પુસ્તક પૂરું કરતા અટકાવ્યા અને વળતી મુસાફરી ન ઉમેરાઈ. અપૂર્ણ ટુકડાઓનો સંગ્રહ હોવા ચોસરની ભાષા, હાજરજવાબી અને વિનોદી લાક્ષણિકતાને માટે વાર્તા હજી મઘમઘે છે.વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના નાટ્યકાર અને ખુબજ પ્રખ્યાત કવિ છે તેમના દ્વારા લખવામાં આવેલી ટ્રેજેડી મેકબેથ,ઓથેલો,કીંગલીઅર,હેલમેટ વિશ્વ પ્રખ્યાત ટ્રેજેડી છેમને વારંવાર ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય કવિ (national poet) અને એવોન (Avon)ના કવિ () તરીકેનું ઉપનામ પણ મળેલું છે.તેમણે 38 નાટકો 154 સોનિટ (sonnets) લખ્યા છે, તેમાની બે લાંબા વૃતાન્ત આલેખતી કવિતા (narrative poem) છે અને બાકીની બીજી કવિતા છે. તેમણે લખેલા નાટકોનું વિશ્વની અગ્રણી ભાષાઓમાં રૂપાંતર થયું છે અને બીજા કોઈપણ નાટકકાર કરતાં તેમના નાટકો સૌથી વધારે ભજવાયા છેજોન મિલ્ટન શેક્સપિયર પછીના કવિ છે. તેમનું શિક્ષણ કેમ્બ્રિજમાં થયું. તેમણે યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો. તેમની પ્રથમ કૃતિઓ ‘કોમસ ’ (૧૬૩૭) , ‘લિસીડસ ’ (૧૬૨૭) છે. પરંતુ તેમની લોકપ્રિયતા ‘પેરડાઈઝ લોસ્ટ’ ના લીધે વધી હતી. ‘પેરડાઈઝ લોસ્ટ’ના વિષયવસ્તુમાં આદમ અને ઇવનું ઈશ્વર આજ્ઞાના ભંગ બદલ પૃથ્વી પર પાપ અને મૃત્યુનો શાપ મળે છે અને તેમના અધઃપતન વર્ણવતો બાઇબલનો પ્રસંગ છે. આ કૃતિનો જવાબ ‘પેરડાઈઝ રેગેઇન્ડ ’ (૧૬૭૧)માં છે. જેમાં શેતાન અને ઈશુ ખ્રિસ્ત બે પ્રમુખ પાત્રો છે.ઇ.સ ૧૭૮૦ થી ૧૮૩૦ના અડધી સદીના ગાળામાં સંખ્યાબંધ કવિઓની એક નવી લહેર આવી જે રોમેન્ટિસીઝમ તરીકે ઓળખાઈ. અંગ્રેજી કવિતામાં રોમેન્ટિક વલણ પાછળ માત્ર અંગ્રેજી વિચારધારા જ ન હતી. જર્મનીમાં પણ રોમેન્ટિક વિચારધારા પ્રભાવિત હતી રોબર્ટ બર્ન્સ(૧૭૫૯-૧૭૯૬) રોમેન્ટિક ચળવળના મુખ્ય કવિ હતા. તેમની સાહિત્ય કૃતિઓ ૧૭૮૯ થી ૧૭૯૬ના ગાળામાં પ્રકાશિત થઈ. વિલિયમ બ્લેક(૧૭૭૪-૧૮૧૦) એક સ્વપ્નદ્રષ્ટા કવિ હતા. ‘પોયેટિકલ સ્કેચીઝ’ (૧૭૮૩) તેમનું પુસ્તક છે જે તેમના મિત્રની આર્થિક મદદથી પ્રકાશિત થયુંવીલીયમ વર્ડઝવર્થને નેચરના પોયટ તરીકે ઓળખવામાં આવી છે તેમના દ્વારા તેમની ખુબજ પ્રચલીત કવિતા ડેફોડીલમાં ડેફોડીલનું વર્ણન હ્દય સપર્શી છે વિશ્વ કવિતા દિવસે વર્ડઝ વર્થ દ્વારા કવિતાની આપવામાં આવેલી વ્યાખ્યા યાદ આવે છે વર્ડઝ વર્થ કવિતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે પો એટરી ઇઝ સ્પોન્ટેનીયસ ઓવર ફલો ઓફ પાવર ફુલ ફીલીંગ એટેલે કવિતા સ્વયસ્કરિત લાગણીઓનો ઉભાર છે
વિશ્વ કવિતા દિવસે હવે વાત કરવી છે ઉર્દુ સાહિત્યના કવિઓની પહેલા ઉર્દુ ભાષાના પ્રથમ કવિ વલી મોહમ્મદ વલી એટલે વલી ગુજરાતી વલી ગુજરાતીને ઉર્દુ ભાષાના પ્રથમ કવિ માનવામાં આવે છે જે વલી તખલ્લુસથી ગઝલો લખતા હતા વલી ગુજરાતીની શાયરીથીજ ઉર્દુ કવિતાની શરૂઆત થઇ વલી ગુજરાતીનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વલી ગુજરાતી અમદાવદમાં મૃતયુ પામ્યા હતા વલી ગુજરાતીનો જન્મ ગુજરાતના પ્રખ્યાત સુફી સંત હઝરત શાહ વઝીહોદ્દીન ગુજરાતી રેહમતુલ્લાહ અલયના વંશમાં થયો હતો મીરઝા ગાલીબની વાત કરીએતો મીરઝા અસદ ઉલ્લાહ ગાલીબે જેઓ ગાલીબ તખલ્લુસથી કવિતાઓ લખતા હતા આ જાણીતા ઉર્દુ અને પર્સિયન કવિના નામથી કોણ અજાણ્યું હોય
ગાલીબની ગઝલોની થોડી ઝલક …..
ઇશ્કને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા,
વરના હમ ભી આદમી થે કામ કે
યે કહાં કી દોસ્તી હૈ કિ બને હૈ દોસ્ત નાસેહ,
કોઇ ચારાસાઝ હોતા, કોઇ ગમગુસાર હોતા.
ગાલિબ’ના મૃત્યુનાં આટલા વર્ષો પછી તેમની ગઝલો હજુ પણ એટલીજ પ્રખ્યાત છે ગાલીબની લખવાની શૈલી અન્ય કવિઓ કરતા જુદીજ હતી ‘ગાલિબ’ના ગાલીહની ગઝલો ના સમજવી એટલ સરળ નથી અને જ્યારે ગાલીબ લખતા ત્યારે તેમના મીત્રો કહેતા તમે સરળ ભાષામાં કેમ નથી લખતા જેનો અંદાજ ગાલીબે શાયરાના અંદાજમાં આપ્યો હતો કે ની સત્તાઇશકી તમન્ના ના સીલે કી પરવાહ ના સહી અગર મેરે અશઆરમે માની ના સહી મૃત્યુનાં આટલા વર્ષો પછી પણ ગાલીબની કવિતાઓ લોકોમાં એટલીજ પ્રચલીત છે
ગાલીબ વિષે તેમના શબ્દોમાજ તેમને માન આપી શકીએ છીએ
અજોડ અને અપૂર્વ શાયર ‘ગાલિબે’ એક શેરમાં લખ્યું છે :
હૈ ઔર ભી દુનિયામેં સુખનવર બહુત અચ્છે,
કહતે હૈ કિ ‘ગાલિબ’ કા હૈ અંદાઝે-બયાં ઔર.
ફૈઝ એહમદ ફૈઝ ઉર્દુ અને પંજાબી ભાષાના કવિ હતા ફૈઝનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો તેમના દ્વારા લખવામાં આવેલી કવિતાઓ સમગ્ર વિશ્વમાં પ્રચલીત છે ફૈઝનું નામ નોબલ પ્રાઇઝ ફોર લીટરેચર માટે નોમીનેટ થયો હતો અને તેમને લેનીની પીસ પ્રાઇઝ થી સ્નમાનીત કરવામાં આવ્યાં
ફૈઝના કેટલાક પ્રખ્યાત શેર સાંભળીએ
સારી દુનિયા સે દૂર હો જાયે, જો જરા તેરે પાસ હો બૈઠે
ન ગઈ, તેરી બેરુખી ન ગઈ, હમ તેરી આરઝૂ ભી ખો બૈઠે.
ઔર ભી દુખ હૈ જમાને મે મુહોબ્બત કે સિવા
રાહતેં ઔર ભી હૈ વસ્લ કી રાહત કે સિવા.
મુઝસે પહેલી સી મુહોબ્બત મિરે મહેબૂબ ન માંગ….
લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈલોકહૃદય સાથે જોડાયેલા ફૈઝસાહેબની શાયરીમાં ક્લિષ્ટતાને બદલે સરળતા છે. વિખ્યાત ગાયક મહેંદી હસને એમની શાયરી – નજમોને ગાઈ અને એ જનમનમાં પ્રસરી ગઈ. પાકિસ્તાની ગાયિકા નૂરજહાં અને ભારતના ગઝલગાયક જગજીતસિંઘે એમની ગઝલો ગાઈ અને એ લોક હૃદયે વસી ગઈ. આ ઉપરાંત અનેક ગાયકોએ ફૈઝસાહેબની રચનાઓ ગાઈ છે.
ગીતકાર અને પ્રખ્યાત શાયર નિદા ફાઝલીનું ઉર્દુ ભાષામાં યોગદાન મહત્વનું છે 12 ઓક્ટોબર 1938નાં દિવસે દિલ્હીમાં જન્મેલાં નિદા ફાઝલીને શાયરી વારસામાં મળી હતી. તેમનું ઘર ઉર્દુ અને ફારસીનાં ગ્રંથ ભરેલુ છે. તેમનાં પિતા પણ શેર-શાયરીમાં ઘણો રસ લેતા હતાં અને તેમનું પોતાનું કાવ્ય સંગ્રહ પણ હતું. જેને નિદા ફાઝલી ઘણી વખત વાંચતા હતાં.નિદા ફાઝલીનું તખલ્લુસ નિદ હતો . નિદાનો અર્થ થાય છે ‘અવાજ’ અને ફાઝલી એક કાશ્મીરનાં વિસ્તારનું નામ છે. જ્યાંથી તેમનો પરિવાર દિલ્હી આવીને વસ્યો હતો.નદી ફાઝલી કવિ સંમલેન માં તેમની અનોખી કવિતાઓ વાંચવાની શૈલી માટે પણ જાણીતે છે તેમના દ્વારા મા ઉપર લખાવમાં આવેલી કવિતાઓ ખુબજ પ્રચલીત છે મે રોયા પરદેસમે ભીગા માકા પ્યાર દુઃખને દુઃખલે બાત કી બીન ચીઠ્ઠી બીન તાર આ શાયરીમાં નીંદા ફાઝલીનો મા પ્રત્યેનો પ્રમ છલકાય છે નીદા ફાઝલી કૈફી આઝમીન સમકાલીન કવિ હતા
કૈફી આઝમીનો 14 જાન્યુઆરી, 1918માં જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢના મેજવામાં એક જમીનદાર પરિવારમાં થયો હતો. કૈફી આઝમીનું મૂળ નામ અતહર હુસૈન રિઝવી હતું.કૈફી આઝમીનું માનવું હતું કે કવિતાનો એક સામાજિક પરિવર્તન માટેના સાધનરૂપે ઉપયોગ થવો જોઈએ.કૈફી આઝમી જાણીતા બોલીવૂડ અભેનેત્રી શબના આઝમીના પિતા પણ છે કૈફી આઝમી એક સારા કવિની સાથે સારા બોલીવૂડ સોંગ રાઇટર અને ડાયલાોગ રાઇટર પણ હતા નિદા ફાઝલીએ બીબીસી હિંદી માટે લખેલા (16 ઑગસ્ટ, 2006માં પ્રકાશિત) એક લેખમાં લખ્યું હતું કે ‘કૈફી આઝમીના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. પરંતુ મેજવાથી જ્યારે તેમને ધાર્મિક તાલીમ માટે લખનઉ મોકલવામાં આવ્યા તો ધાર્મિકતા આપોઆપ સામાજિકતામાં તબદીલ થતી ગઈ. અને એ રીતે તેઓ મૌલવી બનતાંબનતાં કૉમરેડ બની ગયા.
ઉર્દુ શાયરીની વાત આવે છે ત્યારે ગુજરાત રાજ્ય ઉર્દુ ભાષા માટે ડ્રાય સ્ટેટ માનવામાં આવે છે ઉર્દુ ભાષાનું ચલણ એટલું ગુજરાતમાં નથી પરંતુ આશ્રર્યની વાત એ છે કે એકજ સમયે એકજ કુંટુબમાંથી ઉર્દુના ત્રણ મોટા લેખકો થઇ ગયા જેમણે ઉર્દુ ભાષામાં સમગ્ર દેશમાં નામ કર્યું જેમાં એક ઉર્દુના કવિ થયા મોહમ્મદ અલવી ,બીજા થયા ઉર્દુ ભાષાના વિવેચક વારીસ અલવી અને ત્રીજા થયા ઉર્દુ ભાષાના ભાષાંતર કાર મઝહ-ઉલ-હક અલવી
મોહમ્મદ અલવીએ તેમની કવિતાઓ લખવાની આગવી શૈલી અને ભાષાની સરળતાને લીધે લોકોના દિલોમાં આગવું સ્થાન મેળવ્યું છે તેમની આગવી કવિતા શૈલીને લીધે તેમને અનકે પુરસ્કારોથી સન્માનીત કરવામાં આવ્યાં છે રાત ઇધર ઉધર રોશન તેમની કવિતાઓનું સગ્રહ છે તેમની નઝમો અને ગઝલો બંને ખુબજ પ્રચલીત છે તેમની એક પ્રખ્યાત ગઝલ છે
अच्छे दिन कब आएँगे
क्या यूँ ही मर जाएँगे
अपने-आप को ख़्वाबों से
कब तक हम बहलाएँगे
बम्बई में ठहरेंगे कहाँ
दिल्ली में क्या खाएँगे
खिलते हैं तो खिलने दो
फूल अभी मुरझाएँगे
कितनी अच्छी लड़की है
बरसों भूल न पाएँगे
मौत न आई तो ‘अल्वी’
छुट्टी में घर जाएँगे
મોંહમ્મદ અલવીને સાહિત્ય પુરસ્કાર તેમજ ગાલીબ એવોર્ડથી પણ સ્નમાનિત કરવામાં આવ્યા છે 2018માં મોહમ્મદ અલવીનું માંદગી દરમ્યાન અવસાન થયું હતુ તેમને અમદાવદમા જ દફનાવવામાં આવ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *