Wednesday, September 23

Blog

Ahmedabad

ચાઇલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ : ૩૨ બાળકોને સીઆઇડીએ મુક્ત કરાવ્યા

                                                                                                           અમદાવાદ,તા.૧૮ બિહારથી ગુજરાત ચાઇલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કના પર્દાફાશ થયા છે. અમદાવાદ સીઆઇડી ક્રાઇમે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બિહારથી બાળમજૂરી માટે લવાયેલા ૩૨ બાળકોને સીઆઈડીએ કબજે લીધા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર સીઆઇડી ક્રાઇમ અને વિવિધ NGO એ સાથે મળી ઓપરેસનને સફળ બનાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળ મજૂરી માટે બિહારથી નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે રૂપિયા લઇને કેટલાક બાળકોને ગુજરાત મોકલવામાં આવી રહ્યાં છે. જેઓ રાતની ટ્રેનમાં અમદાવાદ પહોંચવાના છે. સીઆઇડી ક્રાઇમે અને વિવિધ એનજીઓએ સાથે મળીને કાલુપૂર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોડી રાત્રે નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચતા જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. અમદાવાદના ક...
નિવૃત્ત DYSPના પરિવારનાં ૪ લોકોના આપઘાત પહેલાં પુત્રે મિત્રોને શેર કર્યો હતો મેસેજ
Gujarat

નિવૃત્ત DYSPના પરિવારનાં ૪ લોકોના આપઘાત પહેલાં પુત્રે મિત્રોને શેર કર્યો હતો મેસેજ

ભાવનગર,તા.૧૭ ભાવનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રે પત્નિ અને બે દીકરીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે ત્યારે આ ઘટનામાં આપઘાત કરનાર ઘરના મોભી પૃથ્વીરાજ સિંહે સામૂહિક આપઘાત પહેલાં મિત્રોને મેસેજ પણ કર્યા હતા. પૃથ્વીરાજ સિંહે મિત્રોને મેસેજમાં કહયું હતું કે, "હું આપઘાત કરુ છું, ઘરનો દરવાજાે ખુલ્લો છે, આવીને જાેઈ જશો."  પૃથ્વીરાજ સિંહે આવો મેસેજ પોતાના મિત્રોને સાંજે ૫.૩૪ મિનિટે કર્યો હતો. આ મેસેજના પગલે કેટલાક મિત્ર દોડી આવ્યા હતા પણ ત્યાં સુધીમાં કમનસીબ ઘટના બની ચૂકી હતી. આ આત્મહત્યા કરવા પાછળનું કારણ અત્યાર સુધી બહાર આવ્યુ નથી.                                                                                                                     ભાવનગરના વિજય રાજનગર વિસ્તારમાં રહેત...
Entertainment

અનિલ કપૂર-જેકી શ્રોફની જાેડી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર મચાવશે ધૂમ

મુંબઈ,તા.૧૭ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને જેકી શ્રોફની સુપરહિટ જાેડી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર જાેવા મળી શકે છે. બોલિવૂડના રામ-લખન એટલે કે જેકી શ્રોફ અને અનિલ કપૂરે રામ-લખન, પરિન્દા, કાલા બજાર, કર્મા, અંદર બહાર, યુદ્ધ, ૧૯૪૨ અ લવ સ્ટોરી,  ત્રિમૂર્તિ, લજ્જા જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અનિલ અને જેકીની જાેડી ફરી સિલ્વર સ્ક્રીન પર સાથે જાેવા મળી શકે છે. તાજેતરમાં અનિલ કપૂરે બીચ પર દોડતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પર જેકી શ્રોફે ફાયર ઇમોજી શેર કરી હતી. અનિલે જેકીની કોમેન્ટનો જવાબ આપતા લખ્યું, ‘અમારી આગામી ફિલ્મ માટે તૈયાર થઈ જાવ,  ટીમ તેના પર કામ કરી રહી છે.  ત્યારબાદ જેકીએ ચેટના સ્ક્રીનશોટ શેર કરીને હા સૂચવતા અંગૂઠાનું ઇમોજી શેર કર્યું હતું. તેમણે લખ્યું, ‘હા હું આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું મારા લખન.’ આ વીડિયોને શેર કરતાં અનિલે કેપ્શનમાં લખ્યું છે કે, હુ...
હૈદર અલી સાની હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)
Sufism

હૈદર અલી સાની હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)

                                                                                                                                          (અબરાર અહમદ અલ્વી) અમદાવાદને ઓલીયાઓનો શહેર કહેવામાં આવે છે કારણકે અમદાવાદમાં ઘણા ઓલીયાઓ આરામ ફરમાવી રહ્યાં છે અને ઇતિહાસ ગવાહી આપે છે કે અમદાવાદની સ્થાપના પણ ચાર એહમદ દ્વારા કરવામાં આવી હતી . અમદાવાદમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોની જુદી-જુદી કરામતો છે અને આજે પણ લોકો તેમના દર પરથી તેમની સમસ્યાઓનું નિવારણ મેળવી રહ્યા છે. હઝરત શાહ વજીહુદ્દીન અલવી ઉર્ફે હૈદર અલી સાની (ર.હ) ગુજરાતના ઉચ્ચ કોટીના બુજુર્ગ અને આલીમે દીન છે. આપના પિતાનું નામ હઝરત નસુરૂલ્લાહ અલવી (ર.હ) છે. આજે પણ લોકો હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)ના દર પરથી ફૈઝ મેળવી રહ્યાં છે. આપના દર પર બોલવામાં તકલીફ અનુભવતા લોકોને તેમની સમસ્યાનો ઉકેલ મળે છે. લોકો આપના દરબારની ચોખટ પરથી શક્કર ચાટે છે અને બ...