Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરુપ : વધુ ૧૫ હોસ્પિટલોને કોવિડ હેલ્થ સેન્ટર જાહેર કરી


અમદાવાદ,તા.૧૦
મહાનગર પાલિકા દ્વારા શહેરની ૧૫ ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર કરવાની મંજૂરી આપી છે. ત્યારે કોઇ દર્દીને તકલીફ ન પડે અને હોસ્પિટલ તંત્ર પણ ખોટી રીતે મનફાવે તેવા ભાવ ન વસૂલે તે માટે ખાનગી કોવિડ બેડના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે. AMC દ્વારા બે દિવસમાં ૮૨૭ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું, રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તથા મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરીને શહેરના દરેક વિસ્તારમાં કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે જુદા જુદા વિસ્તારમાં કુલ ૧૫ નર્સિંગ હોમ તથા હોસ્પિટલોને કોવિડ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર તરીકે માન્યતા આપી છે. આ હેલ્થ સેન્ટરમાં અમદાવાદ મનપા દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ પ્રમાણે વોર્ડ બેડના ભાવ ૬૫૦૦ રૂપિયા તથા HDUના ભાવ ૮૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ અમદાવાદ મનપા દ્વારા કોવિડ સારવાર માટે મંજૂરી આપવામાં આવેલ ૧૫ હોસ્પિટલો માટે માન્ય રહેશે.
ખાનગી હોસ્પિટલોની સંખ્યા વધારીને ૧૩૦ કરી દેવાઈ છે અને ૪૮૧૫ બેડની વ્યવસ્થા થઈ છે. તેની સામે દર્દીઓની સંખ્યા પણ વધીને ૪૦૭૧ પર પહોંચી ગઈ છે. શહેરમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસોમાં વધારાના પગલે વધુ ૩૪ સોસાયટીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૪૫૪૧ કેસ નોંધાયા છે અને ૨૨૮૦ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૩,૦૯,૬૨૬ દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *