અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, વધુ ૧૯ સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા

0
246

અમદાવાદ,તા.૨
અમદાવાદમાં કોરોના કેસ વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આજે વધુ ૧૯ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જ્યારે ૨૪ ઠેકાણે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતા તેમને કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા અમદાવાદ નદીપારના નવા ૧૧ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ૬ અને પૂર્વ ઝોનમાં વધુ ૨ સ્થળોને કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ગુરુવારે ગોતામાં સૌથી વધુ ૫૬ મકાનના ૨૧૫ લોકોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, જેવી ગત વર્ષે પણ જાેવા નહતી મળી. જાે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદ અને સુરત જેવા શહેરો કોરોનાનું એપીસેન્ટર બનવા જઈ રહ્યા હોય, તેમ પ્રતિદિન કોરોના કેસોનો આંકડો નવો રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાના વિક્રમજનક ૬૧૩ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here