Monday, February 24, 2020
Home Blog Page 3
મુંબઇ,તા.૯ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. હવે, આ ફિલ્મને મધ્ય પ્રદેશમાં રિલીઝ પહેલાં જ ટેક્સ ફ્રી જાહેર કરી દેવાઈ છે. મુખ્યમંત્રી કમલનાથે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ ટ્વિટર પર કહયું હતું, દીપિકાની એસિડ અટેક સર્વાઈવર પર બનેલી ફિલ્મ ‘છપાક’ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરું...
ન્યુ દિલ્હી,તા.૯ નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને દાવો કર્યો છે કે સંશોધિત નાગરિકતા કાયદો બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત નથી. તેમણે અહીં ઈન્ફોસીસ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ સીએએ કાયદો ગેરબંધારણીય હોવાના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ થવો જોઈએ. અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જણાવ્યું કે આપણને જે મૂળભૂત અધિકારો મળ્યાં છે તે એવા નહી જે નાગરિકતાને...
મુંબઈ,તા.૮ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાને લઈને આખા દેશમાં આક્રોશ ફેલાયો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. જેએનયૂ હુમલાને લઈને દિલ્હી પોલીસની ભૂમિકા પર પણ ભારે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જેએનયુ હિંસા પર વાત કરતા સુનીલ શેટ્ટીએ કહયું, “તે ખરેખર ભયંકર છે. હું હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ બની શકું છું. હું ભાજપ, કોંગ્રેસ, શિવસેના, એનસીપી અને...
મુંબઈ,તા.૭ અનિલ કપૂરે જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી પર હુમલાની નિંદા કરતા જણાવ્યું છે કે, આ ઘટનાના દોષિઓને સજા મળવી જોઇએ. રવિવારે રાત્રે વિદ્યાર્થીઓ સાથે જે થયું તે જોઇને વાસ્તવમા હું ખૂબ જ દુઃખી અને હેરાન છું. અનિલ કપૂરે પોતાની નવી ફિલ્મ મલંગના ટ્રેલર લોન્ચ દરમિયાન જણાવ્યું હતું કે, મેં જે કંઇ જોયું તે ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારું...
મુંબઈ,તા.૬ રવિવાર રાત્રે (પાંચ જાન્યુઆરી) દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અંદાજે ૫૦ બુકાનીધારીઓ ઘુસી ગયા હતાં અને ત્યાંના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર્સ સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત હોસ્ટેલ તથા યુનિવર્સિટી કેમ્પેસમાં તોડફોડ કરી હતી. દિલ્હી સહિત દેશભરમાં આ હિંસાનો વિરોધ થઈ રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સે પણ આ હુમલાનો વિરોધ કર્યો છે. સ્વરા ભાસ્કર, શબાના આઝમી, તાપસી પન્નું,...
કોલકાત્તા,તા.૬ કોણ ક્યારે અચાનક અમીર બની જાય એનું કઈં નક્કી નહીં. આવું જ કઈંક થયું કોલકાતાના એક શાકવાળા સાથે. આ શાકવાળો લૉટરીની ટિકિટથી રૂપિયા એક કરોડ જીતી ગયો છે, કોલકાતાના દમદમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ નવા વર્ષે નગાલેન્ડ લૉટરીની ટિકિટ ખરીદી હતી. લૉટરીનાં ઈનામોની જાહેરાત થયા બાદ કેટલાક લોકોએ તેને કહયું કે, તે ઈનામ નથી જીતી શક્યો. જેનાથી હતાશ થઈને...
હૈદરાબાદ,તા.૫ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ જણાવ્યું છે કે, ઈમરાન ખાન ભારતના મુસ્લિમોની ચિંતા કરવાને બદલે પોતાના દેશને સંભાળવો જોઇએ અને શિખોનો ગુરુદ્વાર પર થઇ રહેલા હુમલાને રોકવા જોઇએ. અમને ભારતીય મુસ્લિમ હોવાનો ગર્વ છે અને આગળ પણ રહેશે. તેલંગાણાના સંગારેડ્ડીમાં એક રેલી સંબોધતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન તમે ભારતની...
ન્યુ દિલ્હી,તા.૪ બિહાર વિધાનસભાની તોળાઇ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સાથી પક્ષ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)ના નેતા રામ વિલાસ પાસવાને કહયું હતું કે નાગરિકતા તો જવા દો, પ્રજાના કોઇ પણ અધિકાર પર સરકાર હાથ નાખી શકે નહીં. નાગરિકતા અંગેના નવા કાયદા (સીએએ)ની વિરુદ્ધ વિપક્ષની ભાષા બોલી રહેલા પાસવાને એવો સંકેત આપ્યો હતો કે એલજેપી પણ આ કાયદા વિરોધી વલણ અપનાવશે...
હૈદરાબાદ,તા.૩ સગીર બાળાઓ અને મહિલાઓ પર બળાત્કાર કરનારને માત્ર ૨૧ દિવસમાં કેસ ચલાવીને મોતની સજા કરવાનો ખરડો "દિશા બિલ" આંધ્ર પ્રદેશ વિધાનસભાએ ગુરૂવારે લાગુ પાડવામાં આવ્યો હતો. આવો ખરડો પસાર કરનારું આંધ્ર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું હતું. આંધ્ર પ્રદેશમાં રેપના કેસ માટે અલગ કોર્ટ પણ સ્થાપવામાં આવશે એમ સરકારી પ્રવક્તાએ કહયું હતું. એ માટેની જવાબદારી મહિલા સનદી અધિકારી કૃતિકા...
ગાંધીનગર,તા.૧ નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લાના રખિયાલ ગામની દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. ત્યારે ગાંધીનગર ડી.વાય.એસ.પી એમ.કે રાણાએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસે તપાસ કરી બે આરોપી દશરથ સિંહ અને વિજય સિંહની અટકાયત કરી છે અને સમગ્ર વિગતની તપાસ હજુ પોલીસ કરી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે છોકરી અને છોકરા બે એક જ ગામના નિવાસી...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

Powered By Indic IME