Saturday, July 20, 2019
Home Blog Page 2
ન્યુ દિલ્હી,તા.૨૧ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર જ નહી પણ મેદાન બહાર પણ ક્રિકેટ લિજન્ડ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી રહ્યો છે. વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર સચિનને પાછળ પાડી દીધો છે અને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વાત એવી છે કે, ટ્વિટર પર કોહલીના ચાહકોની સંખ્યા ૩૦ મિલિયન એટલે કે ૩ કરોડને વટાવી ચુકી...
વેલિંગટન,તા.૨૦ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદ પર થયેલા હુમલા બાદ ત્યાંની સરકારે હથિયારો અંગે મોટો નિર્ણય લીધો છે. દેશમાં ઘાતક હથિયારો પર પ્રતિબંધ મૂકવાના ઉદ્દેશથી સરકારે બંદૂકોને પરત ખરીદવાની યોજના શરૂ કરી છે. જે મુજબ બંદૂકના બદલામાં લોકોને નાણાં આપવામાં આવશે. ગુરુવારે લાગુ કરાયેલી આ યોજના હેઠળ હવે હથિયાર રાખવા ગેર કાયદેસર ગણાશે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જૈસિન્ડા એર્ડર્ને ૧૫ માર્ચે થયેલા હુમલા બાદ ન્યૂઝીલેન્ડના...
અબુ ધાબી,તા.૧૧ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્‌સનો ઉપયોગ ભીખ માંગવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. સઉદી અરબ અમીરાતના દુબઇમાં એક મહિલાએ ઓનલાઇન ભીખ માંગીને ૧૭ દિવસમાં ૩૫ લાખ રૂપિયા (૫૦ હજાર ડોલર) કમાઈ લીધા. લોકોને પોતાની ચુંગાલમાં ફસાવવા માટે મહિલાએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ અને તસવીરો શેર કરી. મહિલાની કથિત દુઃખ ભરેલી કહાણીથી લોકોનું હૃદય...
ન્યુયોર્ક,તા.૧૦ માર્વેલની ફિલ્મોમાં સુપરહિરો થોરનું પાત્ર નિભાવતા ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ 'મેન ઈન બ્લેકઃ ઈન્ટરનેશનલ' ૧૪ જુને રિલીઝ થવાની છે તેને લઈ તે ચર્ચામાં છે. તેમજ ક્રિસ તેની પુત્રીના નામને લઈ પણ ખુબ જ ચર્ચામાં છે. ક્રિસે તેની પુત્રીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં ક્રિસે પોતાની પુત્રીનું ‘ઈન્ડિયા’ નામ રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કહયું કે, ‘ઈન્ડિયા’...
અમદાવાદ,તા.૧૦ સામાન્ય રીતે ટીવી શોમાં સેલિબ્રિટી કોફી પીને અલગ અલગ વાતો કરે છે. આ કાર્યક્રમને લોકપ્રિયતાને કારણે લોકો પણ તેનાથી પ્રભાવિત થાય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોલીસ અને સામન્ય લોકો વચ્ચે અંતર વધી રહયું છે. આ અંતર ઘટાડવા પોલીસે સુરક્ષા સેતુ જેવા અનેક કાર્યક્રમો કર્યાં હોવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જેને પગલે હવે અમદાવાદ પોલીસના એડમિન અને જોઈન્ટ...
પાલનપુર,તા.૧૦ પાલનપુર શહેરના જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને લુ લાગતાં મહાજન હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. જ્યાં રવિવારે સવારે ૮ કલાકે તેમનું મોત નિપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા. જ્યાં સ્નાન સહિતની વિધિ પતાવી જનાજામાં દફનવિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી....
અમદાવાદ,તા.૯ તાજેતરમાં જ વી.એસ હોસ્પિટલની એક નર્સે માસૂમ બાળકના હાથનો અંગૂઠો કાપી નાખ્યો હતો. બાદમાં નર્સ ફરાર થઇ ગઇ હતી. ત્યારે વધુ એક કિસ્સો સામે આ્વ્યો છે. જેમાં પેટના દુઃખાવાથી પીડિત જુહાપુરાની મહિલાને હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ડોક્ટરોએ ફાઈલ ફેંકીને અહીંયા ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તેવું કહયું હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જુહાપુરામાં રહેતી એક...
ભોપાલ,તા.૮ સમગ્ર ઉત્તર ભારત ગરમીને કારણે બેહાલ છે. મધ્ય પ્રદેશનું ઉમરિયા પણ હાલ પ્રચંડ ગરમીના કારણે તપી રહયું છે. આ ગરમીમાં બાળકોની સ્કૂલો તો બંધ છે, પરંતુ હોસ્પિટલો તપી રહી છે. તાવ અને લૂને કારણે જિલ્લાનું તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રીની આસપાસ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો બીમારી સામે તો લડી જ રહ્યા છે, સાથે જ ગરમીનો પણ તેમને સામનો...
ઇંદોર,તા.૩૧ મધ્યપ્રદેશના ઈન્દોરમાં સતત છ કલાક સુધી પબજી ગેમ રમ્યા પછી એક છોકરાનું મોત નિપજ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનારનું નામ ફુર્કાન કુરેશી છે અને તે મધ્યપ્રદેશનાં નીમુચ ટાઉનનો રહેવાસી છે. તે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને બપોરે જમ્યા પછી તે સતત છ કલાક સુધી આ ગેમ રમતો...
આણંદ,તા.૨૭ આણંદમાં આઈએસઆઈનો માર્કો ધરાવતી બ્રાન્ડેડ કંપનીની મિનરલ પાણીની શીલબંધ બોટલમાંથી મરેલી ગરોળી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મિનરલ પાણીની બોટલમાં મરેલી ગરોળી મળી આવી છે ત્યારે ૨૦ રુપિયા પ્રતી બોટલનાં ભાવે મળતી પીવાનાં મિનરલ વોટરની બોટલોની શુધ્ધતા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. મીનરલ વોટરની શીલબંધ બોટલમાં સ્પષ્ટ રુપે મરેલી ગરોળી નિહાળી શકાય છે. ત્યારે મીનરલ વોટર...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

Powered By Indic IME