સુરત,તા.૧૦
કોરોના વાઈરસથી લોકોના કામ ધંધા બંધ થઈ ગયા છે. આવા સંજાેગોમાં શાળા કોલેજની ફી માફ થાય તે માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. જાે કે, શાળાઓ દ્વારા ફી માંગવાનું કામ ચાલુ છે. ત્યારે વરાછા વિસ્તારમાં રહેતા વાલીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા છે. એનએસયુઆઈ અને વાલીઓ દ્વારા મળીને પાંચ હજાર પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યાં છે.
માતાવાડી પોસ્ટ ઓફિસ ખાતેથી આ પોસ્ટકાર્ડને આજે વડાપ્રધાન કાર્યાલય પર મોકલવામાં આવ્યાં છે. પોસ્ટકાર્ડ લખનાર દિવ્યા નાવડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆત ફી ઘટાડવા માટે કરવામાં આવી છે. પરંતુ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. જેથી વડાપ્રધાને અગાઉ કહ્યુ હતું કે, તકલીફ હોય તો સાદું પોસ્ટ કાર્ડ લખજાે એટલે આ ૫ હજાર પોસ્ટકાર્ડ મારફત વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here