અમદાવાદ, તા. ૯
કોરોનાની મહામારીમાં આર્થિક રીતે હજી પણ લોકો હેરાન પરેશાન છે. લોકડાઉનના કારણે જેમ બધા રોજગાર ધંધામાં લાંબા સમયથી મંદી છે તથા તમામ કાૅલેજાે પણ બંધ છે તેમ છતાં જીએલએસ યુનિવર્સિટી સંપૂર્ણ ફી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને દબાણ કરી રહી છે. તેના વિરોધમાં આજે એનએસયુઆઇ અને કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ બહાર લારી-ગલ્લાવાળા જાેડે ભીખ માંગી પૈસા એકઠા કરીને જીએલએસ યુનિવર્સિટીને આપી હતી. જાેકે એનએસયુઆઇ આ રીતે અનેક વખત વિરોધ નોંધાવી ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here