કોરોનાની વેક્સીન ૨૦૨૧ સુધી તૈયાર થઇ જવાની WHOને આશા

0
358

જિનિવા,તા.૭
દુનિયાની સૌથી મોટી નોડલ હેલ્થ એજન્સી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે વિશ્વમાં આશરે ૧૫૦ જેટલી કોરોના વેક્સીનનું પરીક્ષણ થઈ રહયું છે ૨૦૨૧ સુધી તે તૈયાર થઇ જવાની શક્યતાઓ છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષે એક અથવા વધુ સંખ્યામાં વેક્સીન તૈયાર થઇ જશે તે અંગે અમે આશાવાદી છીએ.
આ ઉપરાંત સૌમ્યા સ્વામીનાથને કહયું હતું કે તમામ દેશોને વેક્સીન મળી રહે તે હેતુથી ડબલ્યુએચઓએ યોગ્ય માળખાકીય રચના અંગે ચર્ચા શરુ કરી દીધી છે. બીજી તરફ બ્રિટનમાં ઓક્સફર્ડ યુનિર્વસિટી દ્વારા વિકસિત એક વેક્સીનનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. તેનું ટેસ્ટિંગ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલોમાં કરવામાં આવી રહયું છે.
WHOએ કોરોના વાયરસ સામેના જંગમાં ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે ભારતને હવે કોરોના વાયરસ સાથે જોડાયેલા ડેટા મેનેજમેન્ટ પર પણ ફોકસ કરવું જોઈએ. ડબલ્યુએચઓનું માનવું છે કે ભારતની સૌથી મોટી સમસ્યા વસ્તી અને ભૌગોલિક વિવિધતા છે. તેથી ડેટા એકઠા કરવા વધારે જરૂરી બની જાય છે.
ડબલ્યુએચઓએ ભારત સરકારના મજબૂત રાજકિય નેતૃત્વની પ્રશંસા કરી છે. ભારતે કોરોના વાયરસના રોગચાળામાં ટેસ્ટિંગથી લઈને તેને મોટા સ્તર સુધી લઈ જવા સુધી સારી ભૂમિકા ભજવી છે. સાથે જ ભારતે કોરોના વાયરસના ચેપ સાથે તબક્કાવાર લોકડાઉન લગાવ્યું અને પછી તેવી જ રીતે તેને અનલોક કર્યું છે. પરંતુ હવે અમે નવા તબક્કામાં પહોંચ્યા છીએ તેથી ભારતે અને તેના જેવા અન્ય દેશોએ એક લાંબી રણનીતિ અંગે વિચારવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here