ગ્વાલિયરમાં માસ્ક નહીં પહેરનારને વિચિત્ર સજા, હૉસ્પિટલમાં કામ કરવું પડશે

0
349

ગ્વાલિયર,તા.૬
કોરાના મહામારીના સમયમાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં જો કોઈ વ્યક્તિ માસ્ક લગાવ્યા વગર જાહેર જગ્યા પર જોવા મળશે તો તેણે હૉસ્પિટલમાં કામ કરવું પડશે. આ ઉપરાંત તેની ડ્યૂટી ત્રણ દિવસ સુધી પોલીસ ચેક પોસ્ટ પર પણ લાગી શકે છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા નિયમોના ઉલ્લંઘન બાબતે દંડ પણ ફટકારવામાં આવશે. કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહની કિલ કોરોના અભિયાન અંગે અધિકારીઓની સાથે થયેલી બેઠક બાદ રવિવારે મધ્ય પ્રદેશમાં જિલ્લા પ્રશાસન દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ માસ્ક વગર જાહેર જગ્યા પર કોરોના વાયરસના દિશા-નિર્દેશોનું પાલન નહીં કરે છે તો તેને દંડ જ ફટારવામાં આવશે અને સાથે સાથે હોસ્પિટલો અને કોરોનાના દર્દઓની ટેસ્ટિંગ કરતી ક્લિનિકમાં ત્રણ દિવસ સુધી વોલન્ટિયક તરીકે કામ કરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here