અમદાવાદ,તા.૬
એનએસયુઆઈ દ્વારા છેલ્લા કેટલાય સમયથી શાળાઓ બંધ હોવા છતાં ફી વસૂલવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા ફી માફીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ધરણાં કરવાના હતાં, પરંતુ તે અગાઉ જ એનએસયુઆઈના પ્રમુખ સહિત આગેવાનોની પોલીસે મોડી રાતે ધરપકડ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કરવાના હતા ધરણાં પોલીસ દ્વારા આગેવાનો તથા કાર્યકરોના નિવાસ સ્થાનેથી જ ધરપકડ કરાઇ. અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે હજુ સરકાર દ્વારા શાળાઓ અને કોલેજ હાલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે વાલીઓ પાસે ફી ન વસૂલવા માટે પણ જણાવ્યું છે,
તેમ છતાં કેટલીક શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે. જેને પગલે સ્કૂલોમાં ફી ન વસૂલવામાં આવે અને પ્રથમ સત્રની ફી માફી કરવામાં આવે તે માટે એનએસયુઆઈ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી ધરણાં કરવામાં આવી રહ્યાં છે. રવિવારે એનએસયુઆઈએ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. સોમવારના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ફી માફી લઈને ધરણાં કરવામાં આવશે. તેવી કાર્યક્રમની જાહેરાત થતાં જ મોડી રાતે પોલીસ દ્વારા ધરણાં અગાઉ જ એનએસયુઆઈના પ્રમુખ આસિફ પવાર સહિત અનેક આગેવાનો તથા કાર્યકરોની તેમના નિવાસ સ્થાનેથી જ ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here