શહેરમાં રસ્તા પર રખડતા કૂતરાઓનો આતંક વધ્યો

0
1457

અમદાવાદ,તા.૮
રાજ્યમાં કોરોનાના વાયરસનું સંક્રમણ વધી રહયું છે. સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસની સાથે-સાથે રસ્તા પર રખડતા કૂતરાનો આતંક પણ વધી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનામાં ૨૭ હજાર કરતા વધારે લોકોને કૂતરા કરડ્યા છે. ગત રાત્રિના સમયે “સફીર” (સાપ્તાહિક)ના ફોટોગ્રાફર ઇરફાન શેખ ન્યુઝ પેપરનો પાર્સલ લેવા ગોમતીપુર પ્રેસ પર જતાં હતા ત્યારે ચાલુ બાઈકે એક હાડકાયેલા કૂતરાએ હુમલો કરી દેતા ઇરફાન શેખ બાઇક પરથી નીચે પડી ગયા હતા અને તે બાદ કૂતરાએ એમના હાથ ઉપર બચકાં ભરી લીધા હતા. બાઇક પરથી પટકાતાં એમના હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. મહત્વની વાત છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી કૂતરાના આંતકને દૂર કરવા માટે ખૂબ મોટા ખર્ચ કરવામાં આવે છે પરંતુ પાંચ મહિનામાં જ ૨૭ હજાર કરતા વધારે લોકોને કૂતરા કરડતા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટ અનુસાર અમદાવાદમાં મહાનગરપાલિકામાં જાન્યુઆરીથી મેં મહિના સુધીમાં ૨૭,૬૨૦ લોકોને કૂતરા કારડ્યા છે.અમદાવાદમાં કૂતરાઓનો ત્રાસ વધતા લોકો દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા આ બાબતે કોઈ અસરકારક કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદમાં કૂતરા કરડવાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
કૂતરા કરડવાના કેસના આંકડા પરથી જ સવાલ ઉઠી રહ્યા છે કે, કેવી કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કૂતરાના ત્રાસને દૂર કરવા માટે કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here