એકતા કપૂરના સમર્થનમાં મેજર મોહમ્મદ અલી શાહ આગળ આવ્યા

0
357

મુંબઈ,તા.9
(DIVYA SOLANKI)
થોડા દિવસો પહેલા, નિર્માતા એકતા કપૂરને તેની વેબ સીરીઝના કેટલાક દ્રશ્યો ઉપર સોશિયલ મીડિયા પર મૃત્યુ અને બળાત્કારની ધમકીઓ મળી રહી હતી, જેને બાદમાં તે સિરીઝમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને આટલી બધી ધમકીઓ મળવા છતાં એકતા કપૂરે જાણે અજાણતાં લોકોની લાગણી દુભાવા બદલ માફી માંગી હતી.
જો કે, તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને સંરક્ષણ વિશેષજ્ઞ મેજર મોહમ્મદ અલી શાહ, જે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી પણ છે, તેમણે એકતા માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે અને લોકોને વિનંતી કરી છે કે “ગરિમામાં રહીને વિરોધ કરો”. તેમણે એક વીડિયો અપલોડ કર્યો જેમાં તે વિવિધ સોશિયલ મીડિયા ચેનલો પર આ મુદ્દાને સંબોધિત કરી રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here