અમદાવાદ, તા.૨૦
(અબરાર અલ્વી)
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તેમાં પણ અમદાવાદમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વધારે ખરાબ છે. કોરોના વાયરસની સારવાર કરતી અમદાવાદ સિવિલમાં દર્દીઓની સ્થીતી ખુબ જ ખરાબ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા પણ ડરી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલના તંત્ર પર આક્ષેપ પણ થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલના આઈસોલેંશન વોર્ડમાં સારવાર લેતા દર્દીની સ્થિતી અંગે દર્દીઓના પરિવારજનોને કોઈ જ માહિતી હોતી નથી. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તેમના પરિવારજનોને પડતી હાલાકી અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતા પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને સિવિલ હોસ્પિટલમાં દર્દી અને તેમના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આવી પરિસ્થિતિમાં મગળવારે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સિવલ હૉસ્પીટલમાં મેડિકલ સુપ્રિટેંડન્ટ ડૉ.પ્રભાકર, ડૉ મોદી અને કૉવિડ ૧૯નાં ડૉ. ગજજર સાથે મુલાકાત કરી હતી અને સિવિલમાં કોરૉનાંના દર્દીઓને પડતી તકલીફ દૂર કરવા તથા તંત્રની બેદરકારી સામે જરુરી કાર્યવાહી કરવા તથા દર્દીઓના પરિવારજનોને દર્દી અંગે માહિતી આપવા રજુઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here