કોર્પોરેટર શાહનવાઝ શેખે વી.એસ. હોસ્પિટલમાં કોરોના સિવાયની બીમારીઓનો ઈલાજ કરવા કરી રજૂઆત

0
341

અમદાવાદ, તા.૧૯
(અબરાર અલ્વી)
સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદમાં કોરોનાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે સિવિલ હોસ્પિટલમાં કોરોંનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ ખુબ જ ખરાબ હોવાની લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અને લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા પણ ડરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં કોરોંના સિવાયની બીમારીઓથી પીડાતા દર્દીઓની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે આ ગંભીરતા જોતા જમાલપુરના કાઉન્સિલર શાહનવાઝ શેખે મ્યુ. કમિશનરને પત્ર લખીને ઘણા સમયથી બંધ પડેલી ૫૦૦ બેડની સુવિધા ધરાવતી વી.એસ હોસ્પિટલને ફરી ચાલુ કરવા અને તેમાં કોરોંના સિવાયની બીમારીઓનો ઈલાજ કરવા માટે રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here