સ્પેનનાં સૌથી વૃદ્ધ ૧૧૩ વર્ષનાં મહિલા કોરોના સામે જંગ જીત્યાં

0
395

મેડ્રિડ,તા.૧૪
સ્પેનની સૌથી વૃદ્ધ ૧૧૩ વર્ષિય મહિલાએ કોરોના સામેની જંગ જીતી લીધી છે, જ્યારે એજ રિટાયરમેન્ટ હોમમાં રહેતા અન્ય ઘણા બધા લોકો કોરોના મહામારી સામે હારી ચૂક્યા હતા. મારિયા બ્રેનયસ નામની આ વૃદ્ધ મહિલા એપ્રિલમાં કોરોનાગ્રસ્ત હોવાનુ સામે આવ્યુ હતું અને તેમણે પોતાને એક રુમમાં આઇસોલેટ રાખીને આ જંગી દિવસો સુધી લડી હતી.
રિટાયરમેન્ટ હોમની પ્રવક્તા મુજબ વૃદ્ધા આ મહામારી સામે લડી અને સારવાર બાદ ઠીક પણ થયા. તેમનામાં કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એક સ્થાનિક ટેલિવિઝન મુજબ મારિયાએ ખુદને અઠવાડિયાઓ સુધી એક રુમમાં બંધ રાખ્યા હતા અને માત્ર એક કર્મચારીને સારવાર માટે રુમમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. વિશ્વભરમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધીને ૪૨ લાખને પાર પહોંચી ગયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને ૩ લાખની નજીક પહોંચી ગયો છે. કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં અત્યાર સુધી ૮૦ હજારથી વધુ લોકો દમ તોડી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here