હૃદય કંપાવનારી આ તસવીરમાં દેખાય છે કે પ્રવાસી મજૂર પગપાળા કે ટ્રકોની મદદથી ઘરની તરફ જવા પ્રયાસ કરી રહ્યા છે

0
383

કોરોના વાયરસના લીધે દેશમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે હજારો-લાખો પ્રવાસી મજૂર પગપાળા કે ટ્રકોની મદદથી ઘરની તરફ જવા પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પગપાળા જવાથી બચવા માટે અત્યારે એક જ સહારો છે. આ દરમ્યાન એક તસવીર સામે આવી છે, જેમાં પિતા પોતાના નાનકડા બાળકને એક હાથે બાવડું પકડીને ટ્રકની ઉપર ચઢવાની કોશિષ કરી રહ્યા છે. હૃદય કંપાવનારી આ તસવીરમાં દેખાય છે કે કેવી રીતે પ્રવાસી મજૂર પોતાના પરિવારને ઘર સુધી પહોંચાડવાની મથામણમાં લાગી ગયો છે જેમાં ખૂબ જ ખતરો છે. ૨૦ સેકન્ડની ક્લિપનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. એક શખ્શ ટ્રક પર ચઢીને દોરડાના સહારે પોતાના બાળકને ચઢાવાની કોશિશમાં દેખાય છે. આ તસવીર ખૂબ જ ખતરનાક લાગી કારણ કે બાળકની સાથો સાથ પિતાનો પણ પડવાનો ડર છે પરંતુ તેને કોઇ પણ સ્થિતિમાં ઘરે જવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here