કોરોના સારવાર માટે વીએસ હોસ્પિટલનો ઉપયોગ કેમ નહીં ? : ઇમરાન ખેડાવાલા

0
417

અમદાવાદ,તા.૧૦
કોરોના સામેની લડતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ ૧૯ માટે ૨૫થી વધુ ખાનગી હોસ્પિટલ તૈયાર કરી છે. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસીના ખાનગી હોસ્પિટલો તૈયાર કરવાના નિર્ણય સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. કોર્પોરેશન પાસે વીએસ હોસ્પિટલમાં ૫૦૦ બેડની વ્યવસ્થા હોવા છતાં તેનો ઉપયોગ શાં માટે નથી અને ખાનગી હોસ્પિટલો તૈયાર કરાયા છે.
ચાલુ વર્ષે વીએસ હોસ્પિટલનું ૫૦૦ બેડનું બજેટ મંજૂર પણ કરવામાં આવ્યું છે. વીએસ હોસ્પિટલ બંધ નહીં થાય તેવું ભાજપના શાસકો અનેકવાર કહી ચૂક્યા છે. વીએસ હોસ્પિટલમાં ૫૦૦ બેડ હોવા છતાં શાં માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવા ગંભીર સવાલ ઊભા થયા છે. જો વીએસ કાર્યરત છે તો તેનો ઉપયોગ કેમ થતો નથી. વીએસ હોસ્પિટલ હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોવિડ ૧૯ માટે ૨૫થી વધુ ખાનગી હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here