લોકડાઉનમાં સત્યનારાયણની કથા કરવા બદલ પોલીસે ગુનો નોંધી કરી ૨૨ લોકોની ધરપકડ

0
210

કાલાવડ,તા.૯
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર, મિડીયા સતત લોકોને કહેતા આવ્યા છે કે ઘરથી બહાર ન નિકળો, જાહરેમાં ટોળામાં ન ઉભા રહો શોસ્યલ ડીસ્ટન્સ જાળવો પણ તેમ છતા કેટલાક લોકો પર આ સુચનની લેશ માત્ર પણ અસર થતી નથી અને એટલે જ લોકડાઉનની સ્થિતિમાં પણ બહાર નિકળી ભીડનો હિસ્સો બને છે.
કાલાવડના બામણ ગામની જો વાત કરીએ તો આ ગામમાં જાહેર કાર્યક્રમોની ના હોવા છતા ન જાણે તેમ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. જો કે આ વાતની જાણ પોલીસને થતા પોલીસ આ કથામાં પહોચી અને ૨૨ લોકો વિરુધ્ધ જાહેરનામાના ભંગ બદલ તમામ ૨૨ લોકોની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here