આરોગ્ય સેતુ સંપૂર્ણ સુરક્ષિત એપ, પ્રાઇવસીનો કોઇ ખતરો નથી : સરકારની સ્પષ્ટતા

0
296

ન્યુ દિલ્હી,તા.૬
ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે શરૂ કરવામાં આવેલા મોબાઈલ ટ્રેકિંગ એપ્લકેશન ‘આરોગ્ય સેતુ’ પર છેલ્લા કેટલાક દિવસોથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ એપ્લિકેસનના ઉપયોગથી લોકોની પ્રાઈવસી જોખમાશે. જો કે આ તમામ સવાલોનો જવાબ આપતા સરકારે જણાવ્યું ‘આરોગ્ય સેતુ’ સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનાથી પ્રાઈવસીનો કોઈ ખતરો નથી.
જણાવી દઈએ કે, કોરોના વાઈરસને ટ્રેક કરવા માટે સરકારે ‘આરોગ્ય સેતુ’ની શરૂઆત કરી છે. જેના દ્વારા ઘરે બેઠા જાણ થઈ શકે છે કે, કોરોનાના દર્દીઓ ક્યાં-ક્યાં છે? અને એપ્લિકેસનનો ઉપયોગ કરનાર વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે કેમ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘આરોગ્ય સેતુ’ એપ પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો હતો કે, આ એપથી લોકોની પ્રાઈવસી જોખમમાં મૂકાઈ શકે છે.
આ અંગેનો જવાબ આપતા સરકારે જણાવ્યું કે, આ એપથી કોઈ પ્રાઈવસીનો ખતરો નથી. ‘આરોગ્ય સેતુ’ એપ પર સવાલ ઉઠી રહ્યાં છે કે, તેનાથી કોણ, ક્યારે અને ક્યાં જઈ રહયું છે ? તે તમામ જાણકારી મેળવવામાં આવી શકે છે. સરકારે તેનો જવાબ આપતા જણાવ્યું કે, લોકેશન ફિચરને ખૂબ જ સુરક્ષિત રીતે બનાવવામાં આવ્યું છે. જેમાં યુઝરનું લોકેશન સુરક્ષિત અને કોડ મારફતે એક સર્વરમાં સેવ થઈ જાય છે. લોકેશન ફિચરનો ઉપયોગ માત્ર ૩ સ્થિતિમાં જ થાય છે. પહેલા જ્યારે કોઈ યુઝર્સ આ એપ પર રજિસ્ટ્રેશન કરી રહ્યો હોય, બીજું જ્યારે તે એપમાં કોરોનાની જાણકારી ભરી રહ્યો હોય અને ત્રીજી વખત જાણકારી આપ્યા બાદ એપ ખુદ યુઝરની લોકેશન ઓટોમેટિક ટ્રેક કરી રહયું હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here