નવી દિલ્હી,તા.૦૪
દિવંગત દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યા બાદ હવે WWE સુપરસ્ટાર જોન સીનાએ ઇરફાન ખાનના નિધન પર પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. જોન સીનાએ સોશ્યલ મીડિયામાં એક તસવીર શેર કરીને એક્ટરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. ઇરફાન ખાનને યાદ કરતાં WWE ચેમ્પિયન અને હોલીવુડ એક્ટર જોન સીનાએ હીટ ફિલ્મ ‘લાઇફ ઓફ પાઇ’ની એક તસવીર પોસ્ટ કરી છે. પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, કેટલાય યૂઝર્સે ઇરફાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જોન સીનાને ધન્યવાદ કર્યા છે, એક સોશ્યલ મીડિયા ફોલોઅરે કોમેન્ટ કરી – તમે ભારતીય લોકોની ચિંતા કરો છો, લવ યુ સીના.
નોંધનીય છે કે, દિગ્ગજ એક્ટર ઇરફાન ખાને ૨૯ એપ્રિલે ૫૪ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા એક્ટરે મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. WWE સ્ટાર જોન સીના અવારનવાર ભારતીય સેલેબ્સને યાદ કરીને તસવીરો શેર કરતો રહે છે. અગાઉ પણ સીને સચિન તેંદુલકર, અભિનેત્રી શિલ્પા શેટ્ટી સહિતના સ્ટારના ફોટોઝ શેર કરી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here