નવસારીનાં સાંસદ સી.આર. પાટીલને કોરોના દરમિયાન કામગીરી બદલ મળ્યું સન્માન

0
281

નવસારી,તા.૨૯
કોરોનાની મહામારી વચ્ચે સાંસદ સીઆર પાટીલને વર્લ્ડ રેકોર્ડ પબ્લશિંગ કંપની યુનાઈટેડ કિંગડમ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારીના સાંસદ સીઆર પાટીલને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર ૨૦૨૦નું ઓનલાઈન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સાંસદ સી. આર. પાટીલને ફેસબુક,ટ્વિટર, ઈન્સ્ટા સહિતના ઓનલાઈન પ્લેટફોર્મ પર કરેલી કામગીરીની પોસ્ટના આધારે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૫૭૬ થઈ ગઈ છે. પોઝિટિવ દર્દીઓમાં સ્મીમેર હોસ્પિટલમાં કેસ બારી પર કામ કરતો એક કર્મચારીનો પણ સમાવેશ થયો છે. આ સિવાય લિંબાયત પોલીસ મથકના પીએસઓનો પુત્ર અને કિરણ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરના પુત્ર પણ છે. તેવી જ રીતે શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા અને સિવિલમાં હાલ કોરોનાની સારવાર લઈ રહેલા એક પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું છે. યુવકને ૨૫મીએ સાંજે દાખલ કરાયો હતો. આ સાથે શહેરમાં કોરોનામાં કુલ મૃતાંક ૨૦ થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here