જિનિવા,તા.૧૩
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રીપોર્ટ પ્રમાણે દુનિયાના ૨૨,૦૭૩ હેલ્થકેર વર્કર્સને કોરોનાનો ચેપ લાગ્યો છે. મેડિકલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે તે પાછળ પ્રોટેક્ટિવ સાધનોનો અભાવ મુખ્ય કારણ છે. તે સિવાય પ્રોટેક્ટિવ સાધનો કેવી રીતે પ્રયોજવા તેની સમજનો પણ અભાવ હોવાથી ચેપ લાગી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં કહેવાયું હતું કે દુનિયાના ૫૨ દેશોના ૨૨૦૭૩ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને સારવાર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ પાછળ મેડિકલ સ્ટાફ માટે પ્રોટેક્ટિવ સાધનોનો અભાવ મુખ્ય કારણ છે. આ ઉપરાંત હેલ્થ કેર વર્કર્સને પ્રોટેક્ટિવ સાધનો કેવી રીતે વાપરવા તે બાબતે યોગ્ય સમજ આપવાની પણ જરૂર હોવા ઉપર ડબલ્યુએચઓએ ભાર મૂક્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઉપરાંત તેમના પરિવારજનોની ચિંતા વ્યક્ત કરતા કહયું હતું કે દુનિયાભરના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફના પરિવારો ઉપર કોરોનાનું જોખમ મંડરાઈ રહયું છે.
WHOના ડિરેક્ટર જનરલ ટેન્ડ્રોસે મીડિયાને કહયું હતું કે આગામી દિવસોમાં ઘણાં દેશો મેડિકલ સ્ટાફને પ્રોટેક્ટિવ સાધનો આપવાની દિશામાં ગંભીરતાથી વિચારી રહ્યાં છે અને ઘણાં દેશોએ ખાસ તાલીમ કેન્દ્રો શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આવા પગલાં ભરવાથી આગામી સમયમાં હેલ્થ કેર સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણે ઘટશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here