ન્યુ દિલ્હી,તા.૩૧
કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના વધતા જોખમને રોકવા માટે દરેક જણ મદદનો હાથ લંબાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના નિવાસી એક વૃદ્ધ મહિલાએ હજ માટે જમા કરેલા પૈસા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે જોડાયેલી સંસ્થા ‘સેવા ભારતી’ને દાન કરી દીધા છે. ૮૭ વર્ષના ખાલીદા બેગમે સંસ્થાને પાંચ લાખ રૂપિયાની રકમ દાન કરી છે. તે સંસ્થાના લોકડાઉન દરમિયાન કરેલા કામથી ઘણા પ્રભાવિત થયા છે.
આરએસએસ મીડિયા વિંગ ઈન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર (આઈવીએસકે)ના હેડ અરુણ આનંદે જણાવ્યુ, ‘ખાલીદા બેગમ કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં જમ્મુ કાશ્મીરમાં સેવા ભારતી દ્વારા કરાયેલ કલ્યાણકારી કાર્યોથી પ્રભાવિત હતા અને પાંચ લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો. તે ઈચ્છે છે કે આ પૈસાનો ઉપયોગ સેવા ભારતી દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગરીબો અને જરૂરિયાત ધરાવતા લોકો માટે કરવામાં આવે. તેમણે હજ કરવા માટે આ રકમ બચાવીને રાખી હતી પરંતુ વર્તમાન સ્થિતિના કારણે તે જઈ શકયા નહિ.’ અરુણ આનંદે આગળ કહયું, ‘ખાલીદા બેગમ જમ્મુ કાશ્મીરની પહેલી અમુક મહિલાઓમાંની એક છે જેમણે અંગ્રેજી માધ્યમનુ શિક્ષણ મેળવેલુ છે. તે કર્નલ પીર મોહમ્મદ ખાનના વહુ છે જે જનસંઘના અધ્યક્ષ હતા. ખાલીદા બેગમ પૂર્વ આઈપીએસ અધિકારી અને ઉપ રાજ્યપાલના વર્તમાન સલાહકાર ફારુખખાનની મા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here