ન્યુ દિલ્હી,તા.૩૦
ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરે ટેલીકોમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વેલીડીટી વધારવા કહયું છે, ટ્રાયએ આમ કોરોના વાયરસ લોકડાઉનના કારણે કર્યુ છે. ટ્રાયએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહયું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વેલીડીટી વધારે જેથી આ નેશનલ લોકડાઉનમાં તેમને કોઇ પરેશાની ન થાય.
એક રિપોર્ટ અનુસાર ૨૯ માર્ચે ટ્રાયએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તમામ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી વધારવા માટે જરૂરી પગલા લે.
આ સાથે જ ટ્રાયએ આ તમામ કંપનીઓ પાસે જાણકારી પણ માગી છે કે નેશનલ લોકડાઉન દરમિયાન કસ્ટમર્સને કોઇ અડચણ વિના સર્વિસ ચાલુ રાખવા માટે કંપનીઓ કયા કયા પગલા લઇ શકે. રિપોર્ટ અનુસાર ટ્રાયએ કહયું કે, ટેલિકમ્યુનિકેશનને એસેંશિયલ સર્વિસ માનતા આ લોકડાઉનથી અલગ રાખવામાં આવ્યુ છે અને તેને બંધ નથી કરવામાં આવ્યુ.
જણાવી દઇએ કે આ કંપનીઓના ટોટલ કસ્ટમર્સનો વધુ હિસ્સો પ્રીપેડ યુઝર્સ છે. તેવી સ્થિતિમાં પ્રીપેડ યુઝર્સની વેલીડીટી વધારવાનું કહેવામાં આવ્યું છે. ટ્રાયએ કહયું કે જો લોકડાઉનથી ટેલીકોમને અલગ રાખવાનો હેતુ એ પણ છે કે આ કંપનીઓની કસ્ટમર સર્વિસ અને પોઇન્ટ આૅફ સેલ લોકેશન પ્રભાવિત ન થાય. ટ્રાયના આ પત્ર પર હાલ કોઇનું નિવેદન નથી આવ્યું અને ન તો કોઇ કંપનીએ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે અત્યાર સુધી વેલીડીટી વધારવાની ઘોષણા કરી છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ કંપનીઓ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી એક્સટેંડ કરવાની ઘોષણા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here