ગંદી રાજનીતિ બંધ કરી કોરોના સામે લડો : સિસોદિયાના યોગી પર પ્રહારો

0
417

ન્યુ દિલ્હી,તા.૨૯
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ ફરી એક વખત ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સિસોદિયાએ કોરોના વાયરસની મહામારીને લઇને ભાજપ પર હલકી રાજનીતિ કરવાનો આક્ષેપ મુક્યો છે.
સિસોદિયાએ ટ્‌વીટ કરી જણાવ્યું કે, મને ખૂબ જ દુઃખ થયું છે કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે ભાજપના નેતા હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. યોગી આદિત્યનાથની સરકારે આરોપ લગાવ્યો છે કે, અરવિંદ કેજરીવાલે વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાંખ્યું છે. આથી લોકો દિલ્હીમાંથી પલાયન કરી રહ્યા છે. હાલ ગંભીરતાથી એક થઇને દેશને બચાવવાનો સમય છે. હલકી રાજનીતિ કરવાનો નહીં. તેમ મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here