ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સીએમને પત્ર લખી કરી રજૂઆત

0
306

અમદાવાદ, તા.30
(અબરાર અલ્વી)
કોરોનાના કારણે મૃત્યુ પામનારની દફનવિધીમાં તકલીફ ન પડે તેવી કરી વિનંતી
સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને પણ તેમના સ્વજનોની અંતિમ વિધી કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવીજ સમસ્યાનો સામનો જમાલપુર વિસ્તારમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર મહિલાના પરિવારજનોને કરવો પડ્‌યો હતો મહિલાને ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી અને એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું. નિયમ મુજબ હોસ્પિટલના સત્તાધીશોએ પરિવારજનોને મૃતદેહ સોંપ્યો ન હતો અને પરિવારજનોને ગણતરીના લોકો સાથે કબ્રસ્તાન પહોંચવા જણાવ્યું હતું મૃતદેહને છીપા કબ્રસ્તાન લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાંના સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થઈ આ મૈયત કોરોનાથી મૃત્યુ થઈ છે એટ્લે અહીં દફનવિધિ કરવા નહીં દઈએ. પોલીસ અધિકારીઓની દરમિયાંગીરી કરવા છતાય લોકો માનવા તૈયાર ન હતા. કોઈ લાંબો વિવાદ ન થાય અને કોઈ મોટા ઝગડાનો સ્વરૂપ ન લે તે માટે મૈયતની દફનવિધી દાણીલીમડા ખાતે ગંજશહિદ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા જોતા જમાલપુર-ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ઇમરાન ખેડાવાલાએ પત્રમાં કોરોના વાઇરસની મહામારીમાં લઘુમતી સમાજના કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ગુજરાત રાજ્યમાં કોઇપણ જગ્યાએ દફનવિધી કરવામાં કોઇ અડચણ ન થાય અને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવી ગુજરાતના તમામ કલેકટરો અને જિલ્લાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને સૂચના આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here