મકાન માલિક ભાડું માંગશે તો સુરત પોલીસ મધ્યસ્થી કરશે

0
349

સુરત, તા.૨૮
સુરતમાં કોરોના વાઇરસને લઈને સુરતના રોજગાર બંધ રહેતા લોકોએ વતન તરફ હિજરત શરૂ કરી છે ત્યારે સુરતમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને જવા લાગ્યા છે ત્યારે લોકો આવક ન હોવાને લઇને ભાડાના મકાનમાં ભાડું ભરવું પડે તે માટે લોકો વતન તરફ નીકળી પડ્યા છે ત્યારે લોકોને અટકાવવા માટે સુરત પોલીસ આગળ આવી છે અને મકાન માલિક ભાડું માંગે તો પોલીસ કરશે મધ્યસ્થી.
કોરોના વાઇરસને લઇને ૨૧ દીવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે શ્રમજીવી પરિવારોની આવક બંધ થઇ જતાં તેઓ જે મકાનમાં રહેતા હતા તેનું ભાડું આપવાની સાથે ખાવા પીવાની તકલીફ પડતા આ તમામ લોકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ હિજરત કરવા લાગ્યા છે ત્યારે લોકો જે રીતે ટ્રેન અને બસ બંધ હોવા છતાંય પગપાળા પોતાના વતન તરફ જવા લાગ્યા છે ત્યારે આવા લોકોની હિજરત અટકાવા માટે સુરત પોલીસ આગળ આવી છે.
સુરત પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે મકાન કે કોઈ પણ વ્યક્તિને ભાડા માટે તકલીફ હોય તો પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો જેને લઈને પોલીસ મકાન માલિકને મળી ભાડુઆત અને મકાન માલિક વચ્ચે મધ્યસ્થી કરીને મકાન માલિક ભાડું નહીં માંગે તેવી મદદ કરાવશે અને આ સંકટ પૂરતો હલ કાઢી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here