સિંઘમ વિલન પ્રકાશ રાજ બન્યા હીરો : આખા સ્ટાફને ત્રણ મહિનાનો પગાર આપ્યો

0
419

બેંગ્લુરુ,તા.૨૭
હાલના સમયમાં કોરોનાનો કહેર આખા દેશ પર મંડરાઇ રહ્યો છે અને લોકડાઉનના કારણે લોકોએ કોઈ કામકાજ વગર ઘરમાં જ રહેવું પડે છે. ત્યારે સિંઘમ ફિલ્મના વિલન પ્રકાશ રાજે તેના પ્રોડક્ટશનમાં રોજના વેતન પર કામ કરતા લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો. જેથી સ્ટાફની કોઈપણ વ્યક્તિને મહમારીના સમયમાં પૈસાની અછતનો સામનો ના કરવો પડે.
પ્રકાશ રાજે તેમના પ્રોડક્શન હાઉસ અને ઘરમાં કામ કરતા તમામ સ્ટાફને મે સુધીનો પગાર એડવાન્સ આપી દીધો છે. હાલનો સમય જોતા મહામારી ક્યારે કાબૂમાં આવશે તે કહી શકાય નહિ. ત્યારે પ્રકાશ રાજે ટ્‌વીટર પર પોસ્ટ કરીને તે વાતની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે અન્ય લોકોને પણ વિંનતી કરી છે જે તેમના સ્ટાફને એડવાન્સ પગાર આપી શકે છે. મહામારીના સમયમાં દરેક વ્યક્તિ પોતાના તરફથી પૂરતી મદદ કરવાની કોશિશ કરી રહી છે. બોલીવુડ સ્ટાર પણ વિડીયોના માધ્યમથી રોજના વેતન પર કામ કરતા લોકોને રજા આપવા અને તેમનો પગાર ન કાપવા વિનંતી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here