કોરોના વાયરસે રાજ્યમાં ભરડો લીધો છે ત્યારે પોલીસ ખડેપગે રહીને લોકોની મદદ કરી રહી છે. લોકડાઉનની સ્થિતિમાં પોલીસ પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ખડેપગે રહીને લોકડાઉનનો કડક અમલ થાય તેવા પ્રયાસો કરી રહી છે. આ સાથે સાથે પોલીસ જરૂરિયાતમંદ લોકોની પણ ચિંતા કરી રહી છે. અનેક પરિવાર એવા છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય છે. આવા પરિવારોને પોલીસ જમવાનું ઉપરાંત અનાજની કિટ પણ આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here