મુંબઇ,તા.૨૭
કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશભરમાં લોકડાઉનનો અમલ ચાલું છે. આ દરમિયાન કરણ જોહર, તાપસી પન્નૂ અને આયુષ્માન ખુરાના સહિત કેટલીક બોલીવુડ હસ્તીઓએ દેશવ્યાપી લોકડાઉનથી પ્રભાવિત દૈનિક મજૂરોને મદદ કરવાની નવતર પહેલ કરી છે.
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. આ વાયરસના સંક્રમણથી વિશ્વભરમાં ૨૦૦૦૦ લોકોના મોત થયા છે.
આઈ સ્ટેન્ડ વિથ હ્યુમિનિટી, ઈન્ટરનેશનલ એસોશિયેશન ફોર હ્યૂમન વેલ્યૂઝ, ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન અને ભારતીય ફિલ્મ અને ટીવી ઉદ્યોગ જેવા સંગઠનો દ્વારા શરુ કરાયેલી પહેલ અંતર્ગત દૈનિક મજૂરોના પરિવારોને ૧૦ દિવસ માટે ભોજન સામગ્રી પ્રદાન કરી રહ્યા છે.
આ સંબંધમાં કરણ જોહરે ટ્‌વીટ કર્યું કે, “હું આ પહેલનું સમર્થન કરીને એમાં યોગદાન આપવાની પ્રતિજ્ઞા લઉં છું. આ એક એવી સ્થિતિ છે કે જ્યાં આપણે આગળ આવીને લોકોને મદદ કરવી પડશે.”
અભિનેત્રી તાપસી પન્નૂએ લખ્યું કે, “અમારા માટે અને અમારી સાથે કામ કરનારા માટે આપણે યોગદાન આપવું પડશે. જો કોરોનાથી નહીં તો એ(દૈનિક શ્રમિક) ભોજનની અછતથી હારી જશે. આવો આપણે સૌ આ પરિસ્થિતિનો સામનો કરવામાં તેમને મદદ કરીએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here