વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની પ્રથમ તસ્વીર ખેંચી

0
368

ન્યુ દિલ્હી, તા.૨૮
નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના શોધકર્તાઓએ ભારતમાં કોરોના વાઇરસની પહેલી તસવીર જાહેર કરી છે. વૈજ્ઞાનિકોએ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇમેજિંગ દ્વારા નવા કોરોનાવાઇરસની તસવીર લીધી છે. દેશમાં કોરોના વાઇરસનો પહેલો મામલો ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ તસવીર તે સમયે લેવામાં આવી છે. જો કે, મહિલાને વુહાનથી ભારત આવ્યાં પછી જ કોરોનાની જાણ થઇ હતી.
ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે, ચાઇનીઝ મહિલાના ગળાના સેમ્પલને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોયા બાદ તસવીર સામે આવી છે. નવા કોરોના વાઇરસની તસવીર મેર્સ અને સાર્સથી મળતી આવે છે. કોરોના વાઇરસની ચારેય બાજુ એક ક્રાઉનની રચના છે, જેના કારણે તેને કોરોના નામ આપવામાં આવ્યું છે. લેટિનમાં ક્રાઉનનો અર્થ કોરોના થાય છે.
આઈસીએમઆરના પૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. નિર્મલ ગાંગુલી પ્રમાણે, આ તસવીર ખૂબ જ જટિલ છે, જે આનુવાંશિક દ્રષ્ટિએ કોરોના વાઇરસની ઉત્પત્તિ અને તેના વિકાસ સાથે જોડાયેલી અનેક મુખ્ય વાતો સમજવામાં મદદ કરશે. આ વાઇરસ જાનવરોમાંથી મનુષ્ય સુધી કેવી રીતે પહોંચ્યો તે તસવીરોનો અભ્યાસ કર્યા બાદ જાણવા મળશે. રિસર્ચના પરિણામ વાઇરસ વિરૂદ્ધ વેક્સીન અને દવા તૈયાર કરવામાં મુખ્ય રોલ નિભાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here