જોગણી માતાના મંદિરમાં ભેગા થયેલા ૫૦માંથી પાંચની ધરપકડ

0
333

અમદાવાદ,તા.૨૭
કોરોના વાઇરસની ચેઈનને તોડી તેને ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ માટે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. છતાં લોકો તેની ગંભીરતા ન સમજી ટોળામાં ભેગા થઈ તેને વધુ ફેલાય તેમાં સહભાગી થાય છે. નવરંગપુરા પ્રેસિડેન્ટ હોટલ રોડ પર મણિલાલના કુવા નજીક જોગણી માતાના મંદિરની સ્થાપના કરવા ૫૦ માણસોનું ટોળું ભેગું થયું હતું. લોકડાઉનની વચ્ચે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જાહેરનામાંના ભંગ બદલ ૫૦ લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી હતી.
નવરંગપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિજય પાર્ક સોસાયટીમાં મણિલાલના કુવા પાસે જોગણીમાતાના મંદિરમાં ૫૦ લોકો ભેગા થયા હતા. પોલીસે પૂછતાં મંદિરનું રિનોવેશન કરાવ્યું હોવાથી માતાજીના સ્થાપના માટે ભેગા થયા હતા. સીઆરપીસી ૧૪૪નું જાહેરનામું હોવા છતાં ભેગા થતાં ૫૦ના ટોળા સામે ગુનો નોંધી કનુ દેસાઈ, સંજય દેસાઈ, લાલા દેસાઈ, જીતુ દેસાઈ અને પરેશ દેસાઈની પોલીસે ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here