કોરોના સામેની જંગમાં ‘બાહુબલી’નો મોટો ફાળો, દાનમાં આપ્યા ૪ કરોડ

0
396

મુંબઇ,તા.૨૭
કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં લોકડાઉન છે. ભારતમાં પણ ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન સંક્રમણના નંબરો વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્રિટી એક પછી એક કોરોના સામે જંગ લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે. અને હવે તેવામાં બોલિવૂડના બાહુબલી અને તેલુગુના સુપર સ્ટાર પ્રભાસે પણ મોટી જાહેરાત કરી છે. કોરોના સામેની જંગમાં લડવા માટે આર્થિક સહાય રૂપ પ્રભાસે ૪ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
પ્રભાસ હાલમાં જ જોર્જિયાથી પરત ફર્યા છે. જ્યાં તેમની આગામી ફિલ્મ પ્રભાસ ૨૦ની શૂટિંગ ચાલી રહી હતી. તેમની સાથે પૂજા હેગડે પણ હતી. અહીંથી પરત ફર્યા પછી તેમણે સાવચેતીના પગલે ૧૪ દિવસ સેલ્ફ આઇસોલેશનમાં વીતાવ્યા છે. પ્રભાસની પહેલા પવન કલ્યાણે ૨ કરોડ, તેમના ભત્રીજા રામચરણે ૭૦ લાખ અને રામ ચરણના પિતા ચિંરજીવીએ ૧ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. તો યુવા સુપર સ્ટાર મહેશ બાબુએ ૧ કરોડ દાનની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ રોજ મજૂરી કરીને કમાતા મજૂરો અને તેમના પરિવારો માટે ફંડ્‌સ શરૂઆત કરી છે. સાઉથ સેલેબ્સ પણ આંધ્ર પ્રદેશ અને તેલંગાના સીએમ રીલિફ ફંડમાં ડોનેટ કરી રહ્યા છે. તમિલનાડુ ડાયરેક્ટર્સ એસોશિયેશન આર કે સેલ્વામણિએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને એક્ટર્સથી ફિલ્મ સ્ટુડિયોમાં કામ કરતા સ્પોટ્બોય અને અન્ય મજૂરો માટે ફંડ ડોનેટ કરવાની અપીલ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here