લોકડાઉનને લીધે એનપીઆર અને વસતિ ગણતરીનું કામ સ્થગિત

0
8

ન્યુ દિલ્હી,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના ચેપને રોકવા માટે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. જેથી નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનું કામ અને સેન્સસ, ૨૦૨૧ની વસતિ ગણતરીનું કાર્ય નિયત સમયે શરૂ નહીં થાય, એમ અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ બંને કાર્ય એક એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન થવાનું હતું. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિને જોતાં એનપીઆર અને વસતિ ગણતરીનું કાર્ય આગામી આદેશ સુધી અટકાવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ ગઈ કાલે સંપૂર્ણ લોકડાઉન કરતાં રોડ, રેલવે અને હવાઈ સર્વિસ બંધ કરી દીધી હતી. કોરોના વાઇરસના જોખમ વચ્ચે વડાપ્રધાને એક સપ્તાહથી પણ ઓછી સમયમાં બીજીવાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કોરોના વાઇરસના સંક્રમણથી મુકાબલો કરવા માટે અને આરોગ્ય સેવાઓ માટે રૂ. ૧૫,૦૦૦ કરોડની કેન્દ્રીય ફાળવણીની જાહેંરાત પણ કરી હતી. જો કે આ ચેપગ્રસ્ત બીમારી વધુ ના પ્રસરે એટલા માટે કેટલાંય રાજ્યોએ અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પહેલેથી જ રેલવે, રસ્તા અને હવાઈ સેવાઓને બંધ કરી દીધી હતી. જો કે આવશ્યક માલસામાન લાવવા-લઈ જવાનું ચાલુ રખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here