ન્યુ દિલ્હી,તા.૧૨
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધો છે. કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ મોડમાં છે. આવો જાણીએ મહામારી ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા ૭૩ થઈ ગઈ છે. પીડિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વાયરસનાં કારણે ભારત સરકારે સખ્ત પગલા ઉઠાવતા દુનિયાનાં તમામ દેશો માટેનાં વીઝા રદ્દ કરી દીધા છે. આ વીઝા અત્યારે ૧૫ એપ્રિલ સુધી રદ્દ કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ એ છે કે દુનિયાનો કોઈપણ નાગરિક કોરોના વાયરસનાં કારણે ભારતમાં નહીં આવી શકે. ફક્ત ડિપ્લોમેટ્‌સને આવવા માટે છૂટ છે. મેડિકલ સાયન્સની ભાષામાં પૈનડેમિક બીમારી એવી સ્થિતિને કહેવામાં આવે છે જેના કારણે દુનિયાભરમાં એક જ સમયે મોટી સંખ્યામાં લોકો ચેપગ્રસ્ત થઈ જતા હોય. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સ્વાઇન ફ્લૂને મહામારી જાહેર કરી દીધો હતો, જેના કારણે અનેક લોકોનાં જીવ ગયા હતા.
જ્યારે કોઈ બીમારી લોકોમાં સરળતાથી ફેલાય છે તો તે બીમારીને મહામારી જાહેર કરવાની શક્યતાઓ વધી જાય છે. એકવાર મહામારી જાહેર થયા બાદ સરકારો અને સ્વાસ્થ્ય પ્રણાલીઓએ એ ખાતરી કરવાની આવશ્યકતા રહે છે કે તેઓ આના માટે તૈયાર છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર એવી રીતે નક્કી નથી થતુ કે મહામારીની જાહેરાત ક્યારે કરવી છે. આની કોઈ સીમા નથી. એક નિશ્ચિત સંખ્યામાં મૃત્યુ અથવા સંક્રમણ ઝડપથી વધે છે ત્યારબાદ મહામારી જાહેર કરવાની સંભાવના વધી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ માટે કોઈ વેક્સીન અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી અને આ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here