ગણતરી કરી લો કે મૃત્યુ પામનાર ટોપીવાળો હતો કે તિલકવાળો : સુશાંત સિંહ

0
343

મુંબઇ,તા.૪
હાલમાં જ દિલ્હી હિંસાની ઘટનાએ પુરા દેશમાં હાહાકાર મચાવી દીધો છે. એવામાં આમ જનતાની સાથે બોલિવૂડના લોકો પણ સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે. જેના બાદ સુશાંત સિંહે દિલ્હી હિંસા પર એક ટ્‌વીટ કર્યું છે કે જે ખુબ ચર્ચામાં છે. આ વાતને સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહયું છે.
દિલ્હી હિંસાને લઈ સુશાંત સિંહે એક શાયરી લખીને પોતાની વાત રાખી છે. તેમણે લખ્યું કે, “તમે થાકી ગયા હશો, થોડો શ્વાસ લો. ગણતરી કરી લો કે ટોપીવાળો હતો કે તિલકવાળો હતો જે મૃત્યુ પામ્યો. હજી મન નથી ભરાયું ? જો મને મારીને તમારી નફરત મરી જશે તો હું સામે ચાલીને તમારી પાસે આવીશ. આ તમને મારું વચન છે. બસ, દોસ્ત, એટલો સમય આપો કે તમે જે મકાનો તોડી નાખ્યા છે, હું તેમાંથી કેટલાકને ફરીથી ઉભા કરી શકું.” સુશાંતે આ ટ્‌વીટથી હિંસાના આરોપિયો પર કટાક્ષ કર્યો છે. આ ટ્‌વીટ બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે. કોઈ અભિનેતાના સપોર્ટમાં તો કોઈ તેના વિરોધમાં બોલી રહયું છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવાર નવાર કોઈને કોઈ ટોપિક પર તે બોલતા રહે છે અને વાદ વિવાદમાં પણ આવતા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here