રમખાણોની બિઝનેસ પર ઊંડી અસર પડે છે, ભારત સમાધાન શોધે : સીઇઓ કોકાકોલા

0
363

ન્યુ દિલ્હી,તા.૩
નાગરિકતા કાયદાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન અને દિલ્હી હિંસા વચ્ચે કોકાકોલાના ચેરમેન અને સીઇઓ જેમ્સ ક્વીન્સીએ કહયું કે, પ્રોટેસ્ટ અને રમખાણોનું બિઝનેસ પર ઉંડી અસર પડે છે અને ભારતે લોકતાંત્રિક રીતે તેનું સમાધાન શોધવુ જોઇએ.
મીડિયા સાથે વાતચીત દરમિયાન જેમ્સ ક્વીન્સીએ કહયું કે, ભારતમાં લોકતંત્ર હોવુ એક મોટી વાત છે અને આ કારણ છે કે તેમની કંપની ભારતને એક લાંબી સંભાવનાઓ ધરાવતા બજારના રૂપમાં જોવે છે. દેશમાં આ સમયે કેટલીક જગ્યાએ ધરણા પ્રદર્શન અને રમખાણની કેટલીક ઘટનાઓનું બજાર પર અસર વિશે પૂછવામાં આવતા તેમણે કહયું, ‘પ્રોટેસ્ટ અને રમખાણની બિઝનેસ પર ઉંડી અસર પડે છે અને ભારતે લોકતાંત્રિક રીતે તેનું સમાધાન શોધવુ જાઇએ.’ મીડિયા સાથે વાતચીત દરમિયાન જેમ્સ ક્વીન્સીએ કહયું કે વર્ષ ૨૦૧૯માં કંપનીએ ૧ બિલિયન કેસ યૂનિટ વેચવાનું લક્ષ્ય પુરૂ કર્યુ. જેમાં તેમણે ૨૧ વર્ષ લાગ્યા હતા. કંપની આગામી ૫ વર્ષમાં ૨ બિલિયન કેસ યૂનિટ વેચવા માંગે છે. કોરોના વાયરસની ઇમ્પેક્ટ પર જેમ્સે કહયું કે સપ્લાય ચેનને કારણે અત્યાર સુધી તેની કોઇ વ્યાપક અસર જોવા મળી નથી પરંતુ જો આવુ ચાલતુ રહયું તો નિશ્ચિત રીતે તેની અસર ગ્લોબલ માર્કેટ પર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here