મુંબઈ,તા.૧૭
આરએસએસના વડા મોહન ભાગવત હાલમાં એક વાતને લઈ ચર્ચામા છે. તલાક પર મોહન ભાગવતનું નિવેદન ચોમેર ચર્ચાઈ રહયું છે. મોહન ભાગવતનું કહેવું છે કે, ભણેલા લોકોમાં તલાકનું પ્રમાણ વધારે જોવા મળે છે. તલાકના દાખલામાં મોટાભાગના લોકો ભણેલાં હોય છે. આ વાતને લઈ મોહન ભાગવતની લોકો આલોચના કરી રહ્યા છે અને ખરીખોટી સંભળાવી રહ્યા છે. હવે આ જ સિલસિલામાં સોનમ કપૂર પણ વચ્ચે ટપકી છે.
સોનમ કપૂરે આ ટ્‌વીટને રિ-ટ્‌વીટ કરીને મોહન ભાગવતની નિંદા કરી છે. સોનમે લખ્યું કે, કયો સમજદાર માણસ આવી વાતો કરે? છેલ્લી કક્ષાનું મુર્ખતાપુર્ણ નિવેદન. સોનમ કપૂરના આ ટ્‌વીટ પર લોકોના પણ રિએક્શન આવી રહ્યા છે. કોઈ સોનમને ખોટું ગણાવી રહયું છે, તો કોઈ એના સપોર્ટમાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં મોહન ભાગવતના નિવેદનને લઈ બે ભાગ થતાં જોવા મળે છે.
મોહન ભાગવતે કહયું હતું કે, આ દિવસોમાં સોસાયટીમાં તલાકના કેસો વધતાં જાય છે. સંપન્ન અને શિક્ષિત પરિવારોમાં તલાકના વધુ કેસ બને છે. કારણ કે શિક્ષા અને સંપન્નતાના કારણે માણસમાં એરોજેન્સ આવે છે. જેના કારણે પરિવારમાં વિખવાદ ઉભો થાય છે અને પરિવાર તૂટવા લાગે છે. ભારતમાં હિન્દુ સમાજનો કોઈ વિકલ્પ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here