આ દેશમાં માણસને બાળી શકાય છે પરંતુ બસને નહિ : સુશાંત સિંહ

0
348

મુંબઇ,તા.૧૬
નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)નાં વિરોધમાં શનિવારે મહારાષ્ટ્રના આઝાદ મેદાનમાં એક રેલી કાઢવામાં આવી હતી. અભિનેતા સુશાંતસિંહે આ વિરોધ રેલીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહયું કે આ દેશમાં મનુષ્યને બાળી શકાય છે, પરંતુ બસને બાળી ન દેવી જોઈએ, બસ ખૂબ ઓછી છે.
અભિનેતા સુશાંતસિંહે કહયું કે તેઓ ગૃહ પ્રધાનનું ભાષણ સાંભળી રહ્યા હતા, જેમાં તેમણે કહયું હતું કે ભારતમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ બસ સળગાવવી ન જોઈએ. અમે તે બસને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપણા દેશમાં લોકોની હત્યા થઈ શકે છે, કારણ કે લોકો ખૂબ વધારે છે પરંતુ બસો ઓછી છે. કાશ્મીરમાં કર્ફ્યુ લગાવો, આસામમાં કર્ફ્યુ લાદવો, લોકોનો ભોગ લઈ શકાય છે, પરંતુ બસો ઓછી છે, બસો સળગાવવી ન જોઈએ. તેમણે વધુમાં કહયું કે, એક રામાયણ લખાઈ રહી છે, ફરક માત્ર એટલો છે કે આ વખતે તેમણે ભગવાન શ્રી રામનાં નામનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો છે. યાદ રાખો, આ વખતે દેશની સીતા તેમની લંકામાં આગ લગાડશે અને બજરંગબલી અને અલી બંને તે સીતાની પાછળ ખભાથી ખભા રાખીને ઉભા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here