ભરૂચ,તા.૧૦
ભરૂચમાં એક અનોખો કિસ્સો બન્યો હતો. દર્દીની તબિયત લથડતા એક યુવકે એક્ટિવાને એમ્બ્યુલન્સ બનાવી હતી. આખરે પેશન્ટને હોસ્પિટલ ભેગો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
ભરૂચની એક હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા માટે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. તાત્કાલિક સારવાર મળે તે માટે એક વ્યક્તિ દર્દીને બચાવવા માટે એક્ટિવા લઈને ટ્રોમા સેન્ટરમાં ઘુસ્યો હતો અને ત્યારબાદ દર્દીની તાત્કાલિક સારવાર કરવામાં આવતા એક્ટિવાને બહાર લઈ નિકળ્યો હતો.
મહત્વનું છે કે, આ પ્રકારના દ્રશ્યો ‘થ્રી ઈડિયટ’ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. મિત્રના પિતાને બચાવવા માટે અમિર ખાન એક્ટિવા લઈને હોસ્પિટલમાં ઘુસ્યો હતો. ત્યારે હવે આ પ્રકારના દ્રશ્યો ભરૂચમાં પણ જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here