રાજકોટ,તા.૨૨
રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં ઉજવણી થનાર હોવાથી કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૪૨ હજાર કાગળના ટૂકડા જોડી ૧૦.૬ ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવીને ૨૬મી જાન્યુઆરીના દિવસે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવશે, હાલ આ રાષ્ટ્રધ્વજ કલેક્ટર કચેરીમાં જ નિષ્ણાંત વિરાજબા જાડેજા દ્વારા તૈયાર થઈ ગયો છે. કાગળના ટૂકડાથી રાષ્ટ્રધ્વજ ૨૨ દિવસની મહેનત બાદ તૈયાર થયો. અગાઉ વિરાજબા જાડેજાએ યુએઇમાં કાગળનો રાષ્ટ્રધ્વજ ૯.૫ ફૂટનો બનાવ્યો હતો.
રાષ્ટ્રધ્વજ તૈયાર કરી રહેલા વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું કે, આ જાપાનીઝ પદ્ધતિ કહેવાય છે જેમાં માત્ર પેપરનો જ ઉપયોગ થાય છે. જાપનીઝ પદ્ધિતિમાં એ લોકો માત્ર કાગળનો જ ઉપયોગ કરે છે જે તે કૃતિ બનાવવામાં. મેં તે કલાકૃતિનો ઉપયોગ કરીને રાષ્ટ્રધ્વજ બનાવવાનું શરૂ કર્યું છે. લગભગ ૨૨ દિવસમાં બની ગયો છે. કાગળના ટુકડા બનાવવા માટે રાજકોટના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here