અમદાવાદ,તા.૨૧
અમદાવાદ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાના ખેડાવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે. ફરિયાદમાં ખેડાવાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ ૬૭૭૫૬ લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં ૨ લાખ કરતા વધુ રખડતા કુતરાનો આતંક છે. દર મહિને ખસીકરણ માટે ૩૦ લાખનો ખર્ચ કરવામાં આવે છે તો પણ કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. જેથી ખસીકરણ પાછળ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થતાં હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે.
વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ જાન્યુઆરીમાં ૬૫૨૪ લોકોને કુતરા કરડ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફેબ્રુઆરીમાં ૫૮૧૭, માર્ચમાં ૫૮૯૪, એપ્રિલમાં ૬૦૯૯, મેમાં ૬૧૨૩, જૂનમાં ૪૯૨૫, જુલાઈમાં ૫૨૮૬, ઓગસ્ટમાં ૪૩૫૫, સપ્ટેમ્બરમાં ૪૭૫૮, ઓક્ટોબરમાં ૫૧૮૦, નવેમ્બરમાં ૮૦૭૮ અને ડિસેમ્બરમાં ૬૧૭૧ લોકો રખડતા કુતરાઓના આતંકનો ભોગ બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here