ઓનલાઈન ઓર્ડરમાં ઈંટો નીકળતાં યુવતીએ ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો

0
397

અમદાવાદ,તા.૧૬
ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર અનેકવાર ઓર્ડર કરેલી વસ્તુના બદલે ઈંટો કે પથ્થરો મૂકી છેતરપીંડિ આચરવામાં આવતી હોય છે. અમદાવાદમાં પણ એક યુવતી સાથે આવું જ થયું. ફ્લિપકાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરેલ વસ્તુના બદલે પાર્સલમાં ઈંટો આવી. તે જોઈને આ યુવતીએ સીધો ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો.
પુર્વી દાણીધારિયા અમદાવાદના નારોલ વિસ્તારમાં શ્રી હરિ રેસીડ્‌ન્સીમાં રહે છે. તેણે ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પરથી ૮મી જાન્યુઆરીએ દેશી ઘીનો ડબ્બો મંગાવ્યો હતો. ઓનલાઈન ઓર્ડર બાદ ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય પાર્સલ લઈને યુવતીના ઘરે આવ્યો હતો. પણ જ્યારે યુવતીએ પાર્સલ ખોલીને જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ. યુવતીએ પાર્સલ ખોલતાં તેમાં ઘીનો ડબ્બો ન હતો. પણ પાર્સલની અંદર બે ત્રણ ઈંટો મૂકવામાં આવી હતી. ઈંટો જોઈને જ યુવતી ભડકી હતી. ઘરેથી ભાગવા જતાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોયને પકડી પાડ્યો હતો અને તેને રૂમમાં બંધ કરી દીધો હતો. આ મામલે પોલીસને જાણ કરી હતી. જે બાદ યુવતીએ ડિલિવરી બોયને નારોલ પોલીસને સોંપી દીધો હતો અને યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફ્લિપકાર્ટ વિરુદ્ધ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here