દીપિકાના જેએનયુ જવા મુદ્દે રઘુરામ રાજન બોલ્યાઃ એક્ટ્રેસે લોકોને પ્રેરણા આપી છે

0
375

ન્યુ દિલ્હી,તા.૧૧
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે થયેલી હિંસા મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળોના નેતા આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરી રહ્યા છે. કેટલાક બોલીવૂડ સેલેબ્સે પણ પીડિત વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ પીડિત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જેને કારણે દીપિકા ભાજપના નેતાઓના નિશાના પર આવી ગઇ છે. હવે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને દીપિકા પાદુકોણનું સમર્થન કર્યું છે.
રઘુરામ રાજને પોતાના બ્લોગમાં દીપિકા પાદુકોણનું નામ લખ્યા વગર જણાવ્યું કે, જ્યારે એક એક્ટ્રેસ પોતાની ફિલ્મ જોખમમાં નાંખીને જેએનયુ પીડિતા સાથે મુલાકાત કરીને વિરોધ નોંધાવે છે તો તે અમને આ જ કારણથી પ્રેરિત કરે છે કે દાવ પર શું લાગ્યું છે. તેણે બતાવ્યું કે, સત્ય અને ન્યાય માત્ર મોટા શબ્દો જ નહીં પરંતુ એવા આદર્શ છે જેના માટે કુર્બાની આપી શકાય છે.
તેમણે આગળ લખ્યું કે, આજે ભારતમાં વિવિધ સમુદાયના યુવાનો એક સાથે માર્ચ કરી રહ્યા છે. હિન્દુ અને મુસ્લિમ એક સાથે રાષ્ટ્રધ્વજની સાથે ચાલી રહ્યા છે અને તે ભાગલાને નકારી રહ્યા છે જે રાજકીય નેતાઓએ તેમના ફાયદા માટે તૈયાર કર્યો છે.
રધુરામ રાજને ચૂંટણીપંચના અધિકારી અશોક લવાસાનું નામ લીધા વગર લખ્યું કે, જ્યારે ચૂંટણી કમિશ્નર તેમને અને તેમના પરિવારના ઉત્પીડન બાદ પર સત્યના માર્ગે ચાલે છે તો તેનાથી ખબર પડે છે કે આજે પણ કેટલાક લોકો સત્ય, સ્વતંત્રતા અને ન્યાય માટે મોટી મોટી વાતો કરવાને બદલે ત્યાગ પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here