મુંબઇ,તા.૯
દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. હવે, આ ફિલ્મને મધ્ય પ્રદેશમાં રિલીઝ પહેલાં જ ટેક્સ ફ્રી જાહેર કરી દેવાઈ છે. મુખ્યમંત્રી કમલનાથે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.
મુખ્યમંત્રીએ ટ્વિટર પર કહયું હતું, દીપિકાની એસિડ અટેક સર્વાઈવર પર બનેલી ફિલ્મ ‘છપાક’ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરું છું. વધુમાં તેમણે કહયું હતું, આ ફિલ્મ સમાજમાં એસિડ પીડિત મહિલાઓને લઈને સકારાત્મક સંદેશ આપવાની સાથે-સાથે તેમની પીડા, આત્મવિશ્વાસ, સંઘર્ષ, આશા તથા જીવવાની જીજીવિષા પર આધારિત છે. આ ફિલ્મમાં સમાજની વિચારધારા બદલવાનો સંદેશો આપવામાં આવ્યો છે.
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ટ્‌વીટ કરી હતી, ફિલ્મ ‘છપાક’માં એસિડ અટેકને લઈને અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેથી જ આ ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી કરાઈ છે. સમાજને માહિતગાર કરવા માટે તમારા પરિવાર સાથે આ ફિલ્મ જુઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here