ગાંધીનગર, તા.10
ગુજરાત વિધાનસભાના આજે એક દિવસના ટૂકા સત્રમાં પ્રારંભમાં રાજ્યપાલે ગૃહમાં સંબોધન કરતા જ વિરોધ પક્ષના ધારાસભ્યોએ હંગામો મચાવી દેતા રાજ્યપાલ પ્રવચન ટુકાવીને રવાના થઈ ગયા હતા. ભારે હોબાળા વચ્ચે વિધાનસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેના ખુનથી લખેલા પોસ્ટરથી વિધાનસભામાં વિરોધ કર્યો હતો. ધારાસભ્યએ પોસ્ટરમાં લખ્યું હતું ” BOYCOTT NRC/CAA,NPR”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here