રેપિસ્ટને ૨૧ દિવસમાં મોતની સજાનો ખરડો અમલમાં મૂકનાર આંધ્ર પ્રદેશ પ્રથમ રાજ્ય

0
333

હૈદરાબાદ,તા.૩
સગીર બાળાઓ અને મહિલાઓ પર બળાત્કાર કરનારને માત્ર ૨૧ દિવસમાં કેસ ચલાવીને મોતની સજા કરવાનો ખરડો “દિશા બિલ” આંધ્ર પ્રદેશ વિધાનસભાએ ગુરૂવારે લાગુ પાડવામાં આવ્યો હતો. આવો ખરડો પસાર કરનારું આંધ્ર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું હતું. આંધ્ર પ્રદેશમાં રેપના કેસ માટે અલગ કોર્ટ પણ સ્થાપવામાં આવશે એમ સરકારી પ્રવક્તાએ કહયું હતું. એ માટેની જવાબદારી મહિલા સનદી અધિકારી કૃતિકા શુક્લાને સોંપવામાં આવી હતી. તેમને અને આઇપીએસ અધિકારી દીપિકાને આ બાબત માટે સ્પેશિયલ આૅફિસર બનાવવામાં આવ્યાં હતાં.
વાસ્તવમાં આંધ્ર પ્રદેશ વિધાનસભાએ આ ખરડો ડિસેંબરમાં પસાર કરી લીધો હતો. હૈદરાબાદની એક મહિલા વેટર્નરી ડોક્ટર પર ગેંગરેપ કર્યા બાદ એની હત્યા કરનારા આરોપીઓનું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું ત્યારે દેશભરમાં એના પડઘા પડ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને કેટલાક નિવૃત્ત જજોએ પણ આ એન્કાઉન્ટરની ટીકા કરી હતી. ત્યારબાદ આંધ્ર પ્રદેશ સરકારે આ નિર્ણય કર્યો હતો
હૈદરાબાદની રેપ પીડિતાના બદલે આ ખરડામાં મહિલાનું કાલ્પનિક નામ “દિશા” રાખવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here