રોમ,તા.૧
રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મના જગદ્ગુરૂ પોપ ફ્રાન્સિસે મંગળવારે ૩૧ ડિસેંબરની મધરાતે એક મહિલાના હાથ પર ઝાપટ મારી દીધી હતી.
સેંટ પીટર એક્સ્વાયરમાં નામદાર પોપ હાજર રહેલા સેંકડો લોકોને પોતાના બંને હાથ ઊચા કરીને ફરકાવતાં નવા વર્ષની વધાઇ આપી રહ્યા હતા ત્યારે એક મહિલાએ અતિ ઉત્સાહમાં આવી જઇને એમનો હાથ પકડી લીધો હતો.
આથી નામદાર પોપ થોડી સેકંડો માટે ગુસ્સે થઇ ગયા હતા અને પોતાનો હાથ પકડી લેનારી મહિલાના હાથ પર ઝાપટ મારીને પોતાનો હાથ છોડાવી લીધો હતો. ત્યારબાદ સોશ્યલ મિડિયા પર આ ઘટનાની વિડિયો વાઇરલ થઇ હતી. ગણતરીની મિનિટોમાં કરોડો લોકોએ આ વિડિયો ક્લીપ જોઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here