મુંબઈ,તા.૧૪
વેતરન એક્ટર દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ સમ્માન સિનેમામાં તેમને આપેલ યોગદાન બદલ આપવામાં આવ્યું છે. તેમના ભાઈ અસલમ ખાન, પત્ની સાયરા બાનો, બહેન સાઈદા અને ફરીદા ખાન હાજર હતાં.
દિલીપ સાહેબને આ અવોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા તેમના જન્મદિવસ પર આપવામાં આવ્યો. જો કે ખરાબ હેલ્થને કારણે એક્ટર ખુદ અવોર્ડ લેવા પહોંચી શક્યા ન હતા. તેમને બદલે તેમના ભાઈ અસલમ ખાને અવોર્ડ સ્વીકાર્યો હતો. ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સમ્માનિત થયેલ દિલીપ કુમાર છેલ્લે ૧૯૯૮માં ‘કિલા’ ફિલ્મમાં દેખાયા હતા. ૨૦૧૫માં તેમને પદ્મ શ્રી અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
હાલમાં જ ૯૭મો જન્મદિવસ મનાવી ચૂકેલ દિલીપ સાહેબને દુનિયાભરના તેમના ફેન્સે વધામણી આપી હતી. તેમણે ટ્વિટર પર બધાને આભાર માનીને લખ્યું હતું કે ૯૭મા જન્મદિવસ પર કાલ રાતથી કોલ અને મેસેજ આવી રહ્યા છે. તેના માટે આભાર. ઉજવણી મહત્વની નથી, તમારો અસીમ પ્રેમ, સ્નેહ અને દુઆ જોઈને હંમેશાં મારી આંખમાં કૃતજ્ઞતાના આંસુ આવી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here